1,450 કરોડના ખર્ચે કરાઈ ખાતે બનશે અદ્યતન સ્પોર્ટ્સ સિટી

વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ સઘન તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ જ દિશામાં આગળ વધતા, રાજ્ય…

વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ સઘન તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.

આ જ દિશામાં આગળ વધતા, રાજ્ય સરકારે ગાંધીનગર નજીક કરાઈ ખાતે રૂૂ. 1,450 કરોડના ખર્ચે એક ભવ્ય અને અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાનું આયોજન કર્યું છે. આ એક જ કેમ્પસમાં રમતવીરો માટે વર્લ્ડ ક્લાસ કોમ્પિટિશન વેન્યૂ, રહેઠાણ અને ટ્રેનિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સૂચિત ’કરાઈ સ્પોર્ટ્સ એકેડમી’માં એક શાનદાર એથ્લેટિક્સ સ્ટેડિયમ, ઇન્ડોર શૂટિંગ રેન્જ અને મલ્ટીપર્પઝ વેઇટલિફ્ટિંગ એરેના તૈયાર કરવામાં આવશે.આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો મુખ્ય હેતુ કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને નેશનલ ગેમ્સ જેવી મોટી રમતગમત સ્પર્ધાઓને સમર્થન આપવાનો અને રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાનો છે.

કામગીરી સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે તેને વિવિધ તબક્કામાં વહેંચીને કડક સમયમર્યાદા (ડેડલાઇન) નક્કી કરી છે. જે મુજબ, 10-મીટર, 25-મીટર અને 50-મીટર ઇવેન્ટ્સ માટેની ઇન્ડોર શૂટિંગ રેન્જ 18 મહિનામાં પૂરી કરવાની રહેશે. એથ્લેટિક્સ સ્ટેડિયમ અને વેઇટલિફ્ટિંગ એરેના માટે 30 મહિનાની ડેડલાઇન આપવામાં આવી છે, જ્યારે સાઇટ-ડેવલપમેન્ટની બાકીની કામગીરી 36 મહિનાની અંદર પૂર્ણ કરવાની રહેશે.જો કામમાં વિલંબ થશે તો એજન્સીને દરરોજ 0.05% (મહત્તમ 10% ની મર્યાદામાં) દંડ ફટકારવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *