આરોગ્ય વિભાગે દિવાળી કાઢી; 1800 રૂમ ભરાય તેટલો ભંગાર-કચરો હટાવાયો

ગુજરાત સરકારે રાજ્યભરની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં શરૂૂ કરેલી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત વર્ષો જૂના ભંગાર અને કચરાનો મોટો પહાડ દૂર કરીને વિશાળ જગ્યા ખુલ્લી…

ગુજરાત સરકારે રાજ્યભરની સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં શરૂૂ કરેલી વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત વર્ષો જૂના ભંગાર અને કચરાનો મોટો પહાડ દૂર કરીને વિશાળ જગ્યા ખુલ્લી કરી છે. બે મહિના અગાઉ શરૂૂ કરાયેલા આ અભિયાન હેઠળ તમામ વિભાગોને જૂની, તૂટેલી અને બિનઉપયોગી વસ્તુઓનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કવાયતમાં આરોગ્ય વિભાગ સૌથી મોટો લાભાર્થી બનીને સામે આવ્યો છે, જ્યાં વિવિધ હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રા અને ક્લિનિક્સમાંથી અંદાજે 1,800 રૂૂમ ભરાય તેટલી પ્રાઇમ સ્પેસ ખાલી કરવામાં આવી છે. આ ખાલી થયેલી જગ્યા 100 પથારીવાળી નવી 18 સરેરાશ હોસ્પિટલો શરૂૂ કરવા જેટલી વિરાટ માનવામાં આવી રહી છે.

આ સઘન સફાઈ ડ્રાઈવ દરમિયાન વર્ષોથી સરકારી દવાખાનાઓમાં જમા થયેલી બેદરકારી પણ છતી થઈ છે. આરોગ્ય કેન્દ્રોમાંથી કુલ 6 લાખથી વધુ નકામી ચીજવસ્તુઓ હટાવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં તૂટેલી ટાઇલ્સ, કાચની બારીઓ, નળ, કમોડ, પાઇપલાઇન, છૂટા વાયરો, સ્વીચો, પંખા, એર-કંડિશનર્સ, જૂનું ફર્નિચર, બિન ઉપયોગી કમ્પ્યુટર્સ અને પ્રિન્ટર્સનો સમાવેશ થાય છે.સૌથી ચોંકાવનારી વિગતો મુજબ, હોસ્પિટલોમાંથી લગભગ 5 લાખ નકામી થઈ ગયેલી ચાદરો, તકિયા અને ગાદલાં જેવો લીનનનો સામાન મળી આવ્યો હતો. આ ઉપરાંત 10,000 થી વધુ બિનકાર્યક્ષમ મેડિકલ સાધનો, 20,000 બંધ ટ્યુબલાઇટ-બલ્બ અને મુદત વીતી ચૂકેલા 17,266 અગ્નિશામક યંત્રો (ફાયર એક્સટિંગ્વિશર) જપ્ત કરી સ્ક્રેપમાં નાખવામાં આવ્યા હતા.

હોસ્પિટલ પરિસરમાં લાંબા સમયથી ધૂળ ખાતી અને ખરાબ હાલતમાં પડેલી 807 એમ્બ્યુલન્સ અને અન્ય સરકારી વાહનોની પણ ઓળખ કરી તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે જણાવ્યું હતું કે, આ સફાઈ અભિયાન પૂર્ણ થયા બાદ રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ખાનગી હોસ્પિટલો જેવા જ ચોખ્ખાચણાક બની ગયા છે, અને આગામી દિવસોમાં પણ આ સ્વચ્છતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *