આટકોટના પાંચવડામાં નિંદ્રાધીન યુવકને શ્ર્વાને બચકા ભર્યા

  આટકોટના પાંચવડા ગામે રહેતો યુવાન વાડીએ સુતો હતો ત્યારે શ્ર્વાને નિંદ્રાધીન યુવકને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો…

 

આટકોટના પાંચવડા ગામે રહેતો યુવાન વાડીએ સુતો હતો ત્યારે શ્ર્વાને નિંદ્રાધીન યુવકને બચકા ભરી લીધા હતાં. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, આટકોટ પાસે આવેલા પાંચવડા ગામે રહેતો મોહન કિશનભાઈ બાંભણીયા નામનો 26 વર્ષનો યુવાન લાભુભાઈ કંટારીયાની વાડીએ સુતો હતો ત્યારે શ્ર્વાને હાથના ભાગે બચકા ભરી લીધા હતાં. યુવકને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે આટકોટ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *