વન વિભાગે સરકારી વળતરની ખાતરી આપી : દીપડાને પકડવા સાત ટીમો તૈનાત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં દીપડાના વધતા આતંકે એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે. ચિત્રાસર ગામની સીમમાં વાડી વિસ્તારમાં બનેલી આ દર્દનાક ઘટનામાં 7 વર્ષની દીકરીનું મોત નિપજ્યું છે. બાળકી તેના માતા-પિતા સાથે કપાસ વીણીને ઘરે પરત ફરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક આર.એફ.ઓ.જી.એલ.વાઘેલા સહિત વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યારબાદ હોસ્પિટલમાં મૃતકના પરિવાર પાસે પહોંચી હતી.
પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.ચત્રુપા જોધુભાઈ બાંભણીયા નામની બાળકીને ગંભીર ઈજાઓ સાથે તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ગળાના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વનવિભાગના આર.એફ.ઓ. જી.એલ.વાઘેલા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગે દીપડાને પકડવા માટે 7થી વધુ ટીમો તૈનાત કરી છે અને પરિવારને સરકારી વળતર આપવાની ખાતરી આપી છે.જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામની સીમમાં બાળકી પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. માતા-પિતા કપાસ વીણી ઘરે આવવા માટેની તૈયારીઓ કરતા હતા. દીપડોએ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યો હતો. બાળકીને સારવાર માટે જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દરમિયાન બાળકીને ગંભીર ગળાના ભાગે ઇજાઓ હોવાને કારણે મોત થયું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું. જેથી પરિવારે રોક્કળ કરતાં શોકનો માહોલ સર્જાયો હતો.રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, ચિત્રાસરમાં જંગલી દીપડાએ ગંભીર ઇજાઓ પહોંચાડી છે. અધિકારીઓ સાથે પણ મારે વાત થઈ છે.
તાત્કાલિક સરકારને ધ્યાન પર મુકવા પત્ર લખવા કહ્યું છે, મારે ખાસ હવે સરકારને વિનંતી છે, આવા જંગલી દીપડાઓ છે, ગામડાઓમાં ઘુસી જાય છે. અવારનવાર પંદર-પંદર દિવસે બે-બે દિવસે હુમલાઓ કરતા હોય છે. આવા દીપડાને હવે તાત્કાલિક પાંજરામાં પુરી બહાર લઈ જાય. મેં પણ સરકાર પાસે માંગણી કરી છે. ગામના લોકો પણ ખૂબ ભયભીત છે. ગામમાં રહેવું કે કપાસ વિણવા જાવું, જે ન જવું. આવી બધી વાત મારા ધ્યાને આવ્યું છે, ત્યારે ગંભીર નોંધ સરકારને ધ્યાન ઉપર મુકવા આજે એક પત્ર લખવા સૂચના આપી છે.