ભાવનગરમાં બેંક એકાઉન્ટ ભાડે રાખી 8.11 કરોડની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું

ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્ય…

ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમના એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત પોલીસે આઠ મુખ્ય સૂત્રધારો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ એક સુનિયોજિત કાવતરું રચીને નિર્દોષ લોકોના નામે કુલ 134 મ્યુલ એકાઉન્ટ્સ (ફ્રોડ માટે વપરાતા ભાડાના ખાતા) ખોલાવ્યા હતા. આ ખાતાઓમાં અત્યાર સુધીમાં રૂૂપિયા 21,37,22,197/- થી પણ વધુ રકમનું શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (ગઈઈછઙ) પર નોંધાયેલી 272 ફરિયાદોમાં આ આંકડો અંદાજે 8.11 કરોડ રૂૂપિયા સુધીનો જોવા મળ્યો છે. મોડસ ઓપરેન્ડી: કમિશનની લાલચ આપી કીટ પડાવી લેતા આરોપીઓ ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને 10 થી 20 હજાર રૂૂપિયાના કમિશન અથવા ભાડાની લાલચ આપી તેમના નામે બેંકમાં ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ તે ખાતાની ચેકબુક, એટીએમ કાર્ડ અને લિંક કરેલા સિમ કાર્ડની ‘કીટ’ પોતાની પાસે રાખી લેતા. સાયબર ફ્રોડ દ્વારા ચોરી કરેલા નાણાં આ ખાતાઓમાં જમા કરાવી, આરોપીઓ આંગડિયા પેઢી અથવા ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાં સગેવગે કરી દેતા હતા.

પોલીસે આ કેસમાં ભાવનગર અને સુરત સાથે કનેક્શન ધરાવતા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં દશરથભાઈ રામજીભાઈ ધાંધલ્યા (સુરત/ભાવનગર) , આર્યન ઉર્ફે લખન શોભરાજભાઈ જોસેતા, શૈલેષ ઉર્ફે ભુરો હીરાભાઈ ચૌધરી, રાહુલ ગોવિંદભાઈ ગોહેલ શાફીનભાઈ અને માહીન (યુનુસભાઈ કુરેશીના પુત્રો) મિહિર ભગવાનભાઈ સરવૈયા અને અમન ઈસુફભાઈ ઓફથાની નો સમાવેશ થાય છે. ભાવનગરના બોરતળાવ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્ક 1 જાન્યુઆરી 2024 થી 12 ડિસેમ્બર 2025 દરમિયાન કાર્યરત હોવાનું જણાયું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 317(2), 317(4) અને 61(2) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *