માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો!! મહીસાગરમાં સ્કૂલમાંથી અપાયેલા રમકડાંમાં બ્લાસ્ટ, બાળકે ગુમાવી આંખ

  મહીસાગર જિલ્લામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમકડાંની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકે આંખ ગુમાવી દીધી છે. મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ…

 

મહીસાગર જિલ્લામાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમકડાંની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે બાળકે આંખ ગુમાવી દીધી છે. મહીસાગર વીરપુરના કોયડેમના ધોરણ 2માં કરતા વિદ્યાર્થી ઈલેકટ્રીક રમકડાંથી રમી રહ્યો હતો આ દરમ્યાન અચાનક રમકડાંમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે બાળકે પોતાની આંખ ગુમાવી હતી.

આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર મહીસાગર જીલ્લાના વીરપુરના કોયડેમના ધોરણ 2માં અભ્યાસ કરતો વીરેન્દ્રસિંહ ઠાકોર નામનો બાળક ઈલેકટ્રીક રમકડાંથી રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક રમકડાંની લિથિયમ બેટરી બ્લાસ્ટ થઈ હતી. જેના કારણે વીરેન્દ્રસિંહ ઠાકોર નામના બાળકે આંખ ગુમાવી હતી. આ ઉપરાંત બાળકને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, ગાયત્રી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રમકડાં આપ્યા હતા.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *