શાપર વેરાવળમાં નોકરી કરતા રાજકોટના યુવકે પિતાની સારવાર માટે સાથી કર્મચારી પાસેથી વ્યાજે લીધેલા રૂૂ.75 હજારનું બે માસ સુધી વ્યાજ ચુકવ્યું છતાં વધુ રૂૂ.70 હજારની માંગણી કરી સાથી કર્મચારીએ ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.રાજકોટના રાજીવનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલાએ શાપર વેરાવળ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પારડી ગામના દીવ્યેશ ભરતભાઈ સરવૈયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જીતેન્દ્રસિંહના પિતા બળવંતસિંહ વાઘેલા ત્રણ મહિના પુર્વે બિમાર પડતા સારવાર માટે રૂૂ.7પ હજારની જરૂૂરીયાત ઉભી થતા તેની સાથે નોકરી કરતાં દીવ્યેશને વાત કરતા દીવ્યેશે રૂૂ.75 હજારનું એક મહિનારૂૂ.7500 વ્યાજ ચુકવવાની શરતે રૂૂપિયા વ્યાજે આપ્યા હતા.
જીતેન્દ્રસિંહે બે મહિના સુધી રૂૂ.15 હજાર વ્યાજ ચુકવ્યું હતું.બાદમાં વ્યાજખોરને વ્યાજ ચુકવી ન શકો હોવાથી તે મારી પાસે આવેલ અને કહ્યું કે પૈસા નહીં આપે તો શાપરમાં નોકરી નહી કરવા દવ જેથી તેણે કંટાળી નોકરી મુકી દીધેલ હતી. બાદમાં રાજકોટ કામ ચાલતું ન હોય જેથી ફરી તે શાપર નોકરી કરવા ગયો ત્યારે વ્યાજખોર સાથે વાત કરી રૂૂ.75000ના રૂૂ.70 હજાર આપવાના અને દર મહિને રૂૂ.7500નો હપ્તો આપવાનું નકકી કરી સમાધાન કર્યું હતું. બે મહિનાનું વ્યાજ ચુકવેલ છતાં વ્યાજખોરે મુળ રકમની માંગણી કરી ધમકી આપતો હોવાથી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વ્યાજખોરની શોધખોળ હાથ ધરી છે.