રાજકોટના બુટલેગરે મગાવેલા 1776 દારુની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના જુના ઘૂટું રોડ પર સ્મશાન પાસેથી ટાટા કેરિયર કારમાં દારૂૂની 1776 બોટલનો જથ્થો લઈને જતા ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂૂનો જથ્થો, બે મોબાઈલ અને…

મોરબીના જુના ઘૂટું રોડ પર સ્મશાન પાસેથી ટાટા કેરિયર કારમાં દારૂૂની 1776 બોટલનો જથ્થો લઈને જતા ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂૂનો જથ્થો, બે મોબાઈલ અને વાહન સહીત 11.78 લાખનો મુદામાલ કબજે લીધો છે.

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટાટા કેરિયર કાર જીજે 03 એમબી 5847 વાળીમાં દારૂૂ ભરી હળવદથી જુના ઘૂટું રોડ થઈને મોરબી જવાનું હોવાની બાતમી મળતા જુના ઘૂટું રોડ સ્મશાન પાસે આડશ ઉભી કરી ગાડી રોકાવી ચેક કરી હતી જે ગાડીની પાછળની સીટમાં અને ડેકીમાં ઈંગ્લીશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 180 મિલીની બોટલ નંગ 1776 કીમત રૂૂ 6,13,200 અને બે મોબાઈલ કીમત રૂૂ 65,000 તેમજ વાહન કીમત રૂૂ 5 લાખ સહીત કુલ રૂૂ 11,78,200 નો મુદામાલ કબજે લઈને આરોપી તોસીબ રહીમ પીપરવાડિયા રહે ન્યુ સાગર સોસાયટી શેરી નં 8 કોઠારિયા મેઈન રોડ વાળાને ઝડપી લીધો છે એક અજાણ્યો માણસ અને માલ મંગાવનાર સિરાજ રજાક લિંગડીયા રહે કોઠારિયા મેઈન રોડ રાજકોટ વાળાના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *