મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઇ અઘારાની નિમણૂક

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારા ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાના આકસ્મિક અવસાન બાદ આ મહત્વપૂર્ણ…

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ લાલજીભાઈ અઘારા ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાના આકસ્મિક અવસાન બાદ આ મહત્વપૂર્ણ જવાબદારી નયનભાઈ અઘારા ને સોંપવામાં આવી છે.

નયનભાઈ અઘારા મોરબી તાલુકાના રાજપર ગામના વતની છે અને તેઓ રાજકીય તથા સામાજિક ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે. તેઓ ગત મોરબી જિલ્લા પંચાયતની રવાપર સીટ પરથી વિજેતા બન્યા હતા તેમજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. ઉપરાંત, વર્ષ 2010 થી 2015 દરમિયાન તેઓ મોરબી તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ કાર્યરત રહ્યા હતા.

હાલમાં તેઓ રાજપર સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યા છે અને વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમની નિમણૂકને મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને જિલ્લામાં વ્યાપક સ્વાગત મળ્યું છે.

કિશોરભાઈ ચીખલિયાના આકસ્મિક અવસાનને ધ્યાનમાં રાખીને નયનભાઈ અઘારાએ કોઈપણ પ્રકારની ઉજવણી કર્યા વગર સાદગીપૂર્વક પદ સંભાળ્યું છે અને સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનના કામોમાં સક્રિય રીતે લાગી ગયા છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવી નિમણૂકને લઈને સંગઠનમાં નવી ઉર્જા અને દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *