ગોવાથી સપ્લાય થયેલો દારૂનો જથ્થો ટ્રેનમાં બાથરૂમની છતમાંથી મળી આવ્યો!

થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં થતી દારૂૂની હેરાફેરીનો રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ટ્રેનમાં બાથરૂૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલ મોટો વિદેશી દારૂૂનો જથ્થો પોરબંદર…

થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં થતી દારૂૂની હેરાફેરીનો રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ટ્રેનમાં બાથરૂૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલ મોટો વિદેશી દારૂૂનો જથ્થો પોરબંદર રેલ્વે યાર્ડમાંથી પકડી સપ્લાયરની શોધખોળ આદરી છે. વધુ વિગત મુજબ, રેલવેના ડીઆઇજી કે.એન.ડામોર અને પશ્ચિમ રેલવે એસપી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ રેલવેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચના અંતર્ગત એલ.સી.બી. ઝોન-2 અમદાવાદ પીઆઈ જી.આર.દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ રેલવે એલસીબી ટીમનો સ્ટાફ રાજકોટ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન એએસઆઈ રામજીભાઈ, કોન્સ્ટેબલ ભુપતભાઈ અને જયેશભાઈને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે તિરુવનંતપુરમ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂૂની હેરાફેરી થઈ રહી છે.

જે બાતમીના આધારે પોલીસ ટીમે રાજકોટથી પોરબંદર સુધી ટ્રેનમાં વોચ ગોઠવી હતી. ટ્રેન પોરબંદર ખાતે યાર્ડમાં ઉભેલી હતી ત્યારે તેના બી-1, બી-2 અને બી-6 કોચમાં તપાસ કરતા બિનવારસી હાલતમાં મોટો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ટ્રેનમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂૂની કુલ 424 બોટલ રૂૂ.1,11,480 નો જથ્થો કબ્જે કર્યો હતો. આ અંગે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આ દારૂૂનો જથ્થો ગોવા તરફથી આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. દારૂૂ મોકલનાર બુટલેગરે ટ્રેનમાં રહેલ બાથરૂૂમની ઉપરની છતના સ્ક્રુ ખોલી તેની અંદર દારૂૂનો જથ્થો સંતાડ્યો હતો. તેમજ એસી કોચમાં ટ્રેન નીચે આવેલ વ્હીલની બાજુમાં રહેલ બેટરીના બાસ્કેટમાં પણ દારૂૂનો જથ્થો સંતાડ્યો હતો. હાલ પોલીસે દારૂૂ મોકલનાર અને અહીં સ્થાનિક રીસીવર કરનાર બુટલેગરની શોધખોળ આદરી છે.જે દરોડાની કામગીરીમાં રાજકોટ રેલ્વે એલસીબી પીએસઆઇ જે.એમ.પરમાર,એએસઆઈ રામજીભાઈ, ધર્મેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ ભુપતભાઈ, જયેશભાઈ અને હસમુખભાઈ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *