મોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીની રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્તે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી હતી અને બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો…

મોરબીની રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્તે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી હતી અને બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો 8.80 લાખનો મુદામાલ મળી આવતા એલસીબી ટીમે દારૂૂ-બીયરનો જથ્થો જપ્ત કરી ત્રણ આરોપીની શોધખોળ ચલાવી છે.

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે સુરેશ મારવાડી તેના અન્ય માણસો સાથે મળી રવિરાજ ચોકડી પાસે જુના સાદુળકા જવાના રસ્તે બંધ ભરડીયાના ખુલ્લા ગ્રાઉન્ડમાં બહારથી ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઉતારેલ છે જેથી એલસીબી ટીમે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં રેડ કરી હતી સ્થળ પરથી બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી બોટલ નંગ 96, સ્ટલીંગ રીઝર્વ ડીલક્ષ બ્લેન્ડેડ વ્હીસ્કી નંગ 12, 8 પીએમ વ્હીસ્કી બોટલ નંગ 288, ગ્લોબસ ગ્રીન સ્પ્રીટ વ્હીસ્કી નંગ 48, ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ 288, રોયલ કલાસીક વ્હીસ્કીના પાઉચ 144 અને બીયરના 120 ટીન મળીને કુલ રૂૂ 8,80,800 નો મુદામાલ કબજે લીધો છે. આરોપી સુરેશ મારવાડી અને તેની સાથેના અન્ય બે માણસોના નામો ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *