ખંભાળિયાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ખંભાળિયા વિસ્તારમાં ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાની સૂચના મુજબ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ…

ખંભાળિયા વિસ્તારમાં ડી.વાય.એસ.પી. વી.પી. માનસેતાની સૂચના મુજબ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગઈકાલે બુધવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા, ભરતભાઈ જમોડ અને અરજણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા મિતેશ કારૂૂભાઈ વારોતરીયા નામના શખ્સના કબ્જા ભોગવટાના અત્રે શિવ પાર્ક સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસે રૂૂ. 1,17,600 ની કિંમતની વિદેશી દારૂૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 96 બોટલ સાથે જામનગરમાં માધવ બાગ નં. 1 સોસાયટી ખાતે રહેતા મસરી ઉર્ફે મહેશ દેવશી બરાઈ નામના 30 વર્ષના શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે મિતેશ કારૂૂભાઈ વારોતરીયાને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *