પોલીસમેને 60 લાખનો દારૂ બુટલેગરોને વેંચી માર્યો

જૂનાગઢ રેન્જ આઈજી સ્ક્વોડ દ્વારા તાજેતરમાં પાડવામાં આવેલી વિદેશી દારૂૂની એક મોટી રેઇડમાં પોલીસ અધિકારીઓ દ્વારા અંદાજે ₹60 લાખની કિંમતનો દારૂૂ બારોબાર વેચી મારવાનો અને…

જૂનાગઢ રેન્જ આઈજી સ્ક્વોડ દ્વારા તાજેતરમાં પાડવામાં આવેલી વિદેશી દારૂૂની એક મોટી રેઇડમાં પોલીસ અધિકારીઓ દ્વારા અંદાજે ₹60 લાખની કિંમતનો દારૂૂ બારોબાર વેચી મારવાનો અને મૂળ બુટલેગરને છાવરવાનો સનસનીખેજ આક્ષેપ વિસાવદરના ધારાસભ્ય અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ગોપાલ ઇટાલીયાએ કર્યો છે. આ મામલે તેમણે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગ સેલ (જખઈ)ના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે.

રેઇડના સમય અને બે ટ્રક અંગે શંકાસ્પદ કામગીરી: પત્રમાં જણાવ્યા અનુસાર, વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ (ઋઈંછ ગજ્ઞ. 11203068260646, તા. 08/11/2026) માં રેઇડનો સમય સવારે 09:20 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવમાં આ રેઇડ વહેલી સવારે 5 થી 6 વાગ્યાના અંધારામાં પાડવામાં આવી હતી. વહેલી સવારે પોલીસે બે અલગ-અલગ સ્થળેથી દારૂૂ ભરેલા બે ટ્રક ઝડપી પાડ્યા હતા. પ્રથમ ટ્રકના ડ્રાયવરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ દારૂૂ પોરબંદરના બોખીરા ગામના બુટલેગર દેવા લાધાએ મંગાવ્યો હતો અને પાછળ બીજો ટ્રક પણ આવી રહ્યો છે.

બારોબાર 500 પેટી દારૂૂ વેચી મારવાનો આક્ષેપ: ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે બુટલેગર દેવા લાધા વતી હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ અને રેન્જ પોલીસ વચ્ચે કથિત ‘સેટિંગ’ થયું હતું. આ સેટિંગ મુજબ, દારૂૂ ભરેલો એક ટ્રક રાત્રે જ છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે બીજા ટ્રકમાંથી આશરે 500 પેટી દારૂૂ રેન્જ પોલીસે બારોબાર કાઢી લીધો હતો. રેન્જ ઓફિસ ખાતે ટ્રક લાવ્યા બાદ બોલેરો ગાડી મારફતે જૂનાગઢના કૌશિક બઢ નામના શખ્સને આ પેટીઓ અપાઈ હતી. ત્યારબાદ તેમાંથી આશરે 200 પેટી જેતપુરના ‘ઈભા’ નામના બુટલેગરને ત્યાં અને 300 પેટી ઉપલેટા ખાતે ક્રિપાલસિંહના પરિચિત બુટલેગરને ત્યાં મોકલી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે. આ ઘટનાના પુરાવા રૂૂપે વંથલી-માંગરોળ રોડ પર આવેલી ’ટી-પોસ્ટ’ નામની દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસવાની પણ વાત કરાઈ છે.

સ્થાનિક પોલીસને અંધારામાં રાખી તપાસ પોતાની પાસે રાખી: પત્રમાં પોલીસની કાર્યપદ્ધતિ સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વંથલી પોલીસ સ્ટેશનનો રસ્તો સાંકડો હોવાનું બહાનું કાઢી મુદ્દામાલ જૂનાગઢ રેન્જ ઓફિસ લઈ જવાયો હતો, પરંતુ રેન્જ ઓફિસનો ગેટ નાનો હોવાથી ટ્રક રોડ પર જ પાર્ક કરી દારૂૂ ઉતારવામાં આવ્યો હતો. રસ્તામાં વિશાળ જગ્યા ધરાવતું ’સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતું હોવા છતાં ત્યાં મુદ્દામાલ જમા કરાવાયો ન હતો. વળી, વંથલી પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં નોંધ કે સ્થાનિક ઇન્સ્પેક્ટરને જાણ કર્યા વિના જ રેન્જ પોલીસે તપાસ પોતાની પાસે રાખી લીધી હતી.

મૂળ બુટલેગરને બદલે સામાન્ય ડ્રાયવરને આરોપી બનાવાયો

ફરિયાદમાં દારૂૂ મંગાવનાર પોરબંદરના દેવા લાધા કે રાજસ્થાનથી દારૂૂ મોકલનારનું નામ દર્શાવવાને બદલે ખાગેશ્રી ગામના પ્રશાંત ગીરીશભાઈ વાઘેલાને આરોપી તરીકે દર્શાવાયો છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, પ્રશાંત વાઘેલા અત્યંત સાધારણ આર્થિક સ્થિતિ ધરાવે છે અને વાહન ચલાવવાની મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, જેની ₹59,49,420/- ની કિંમતનો દારૂૂ મંગાવવાની કોઈ આર્થિક હેસિયત નથી. આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *