દિવસને દિવસે વિકૃત માનસિકતાભરી ઘટનાઓ વધી રહી છે. સમાજમાં દુષિત વાતાવરણ ઊંભુ થઈ રહ્યું છે. આ માનસિક વિકૃતિ અને ગુનાખોરીના મૂળમાં સોશ્યિલ મીડિયા છે. સોશ્યિલ મીડિયા જ વિકૃતિ જન્માવે છે તેમ છતાં જાગૃતિ કે સાવચેતી કયાંય દેખાતી નથી. લોકોની માનસિકતા અધોગતિ તરફ ધકેલાઈ રહી છે ત્યારે ભુજમાં માનસિક વિકૃતિનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં ટયુશન જવાના બહાને ઘરેથી નીકળી મહિલાના આંતર વસ્ત્રોની ચોરી કરતો ધોરણ 6માં અભ્યાસ કરતો તરૂૂણ ઝડપાયો છે.
ભુજના જાણીતા સંસ્કારનગરમાં ભાડાના મકાનમાં રહેતા એક પરિવારના સગીરે કરેલી આવી હરકતના પગલે ફીટકાર વરસી રહ્યો છે. આ વિસ્તારમાં એક મહિલાના આંતરવસ્ત્રોની ચોરી થયા બાદ સીસીટીવી ફુટેજ ચેક કરતા એક સગીર ઘરમાં પ્રવેશતા નજરે પડયો હતો. ત્યારબાદ તપાસ કરતા તે એ જ કોલોનીમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતો હોવાનું બહાર આવ્યું. ધો.6માં અભ્યાસ કરતો તરૂૂણ ઘરેથી ટયુશન જવાના બહાને નીકળી જતો હતો અને આ રીતે મોકાનો ફાયદો ઉઠાવીને મકાનની અંદર સુકાતા કપડા પૈકી માત્ર મહિલાના આંતરવસ્ત્રોની જ ચોરી કરતો હતો. મનો વિકૃતિની હદ તો ત્યારે થઈ કે, જયારે તેને પકડી પડાયો અને સ્થાનિકોએ પૂછપરછ કરી ત્યારે કપડા ચોર્યા બાદ તે એક દુકાનના ગોડાઉનની આગળ સંતાડતો હતો જયાંથી મોટી સંખ્યામાં મહિલાના આંતરવસ્ત્રો મળી આવ્યા હતા.
છેલ્લા એક દોઢ મહિનાથી આવી માનસિક ગંદી હરકત કરતો હોવાનું પણ તેને કબુલી લીધું છે. આંતરવસ્ત્રોની ચોરી કર્યા બાદ તે આ કપડા સાથે માનસિક વિકૃતિનો આનંદ ઉઠાવતો હતો. ગતરોજ સીસીટીવીના માધ્યમથી તેને પકડી પાડયા બાદ તે સગીરની સંપૂર્ણ ઓળખ થઈ ગઈ છે. તેના માતા પિતાને પણ જાણ કરી દેવામાં આવી છે. આ સગીર સાયકો હોવાથી તેને માનસિક સારવારની જરૂૂર લાગી રહી છે. એટલું જ નહિં, તેને સુધારણા ગૃહમાં મોકલાય જેથી, ભવિષ્યમાં તે સુધરી શકે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે. માનસિક વિકૃત સગીરના પરિવારને ભાડાનું ઘર છોડી દેવા જણાવાયું છે. છેલ્લા એક દોઢ મહિનાથી તે સંસ્કારનગર, રાવલવાડી વિસ્તારમાં આ રીતે આંતરવસ્ત્રોની ચોરી કરતો હતો.