રૈયા ચોકડી ઓવરબ્રિજ પરથી આધેડે લગાવી મોતની છલાંગ

  શહેરમાં હનુમાન મઢી છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે રહેતા આધેડે માનસિક અસ્વસ્થતાને કારણે રૈયા ચોકડીના ઓવર બ્રીજ પરથી પડતું મુકી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી…

 

શહેરમાં હનુમાન મઢી છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે રહેતા આધેડે માનસિક અસ્વસ્થતાને કારણે રૈયા ચોકડીના ઓવર બ્રીજ પરથી પડતું મુકી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રૈયા ચોકડીના ઓવર બ્રીજ પરથી સાંજે એક આધેડે પડતું મુકી દેતા કમકમાટીભર્યું મોત થયું હતું.

મૃતક પાસેથી મળેલા ફોન નંબરને આધારે મૃતક આધેડ હનુમાન મઢી છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે મકાન ભાડે રાખી રહેતાં મુળ કુતિયાણાના વતની સુરેશભાઈ વલ્લભભાઇ ફટાણીયા હોવાનું ખુલ્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.

અને જરૂૂરી કાર્યવાહી કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક સુરેશભાઈ બે બહેનના એકના એક નાના ભાઈ હતા અને કુંવારા હતાં. હાલમાં તે કઈ કામ કરતાં નહોતા. માનસિક અસ્વસ્થતાને કારણે રખડતુ ભટકતું જીવન જીવતા હતા. ગઇકાલે જ જામનગર રોડ મનહરપુર-1માં રહેતા બનેવી વિનુભાઇ કાનજીભાઈ વારાના ઘરે ગયા હતા. ત્યાંથી નીકળ્યા બાદ સાંજે તેણે રૈયા ચોકડી ઓવરબ્રીજ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *