Connect with us

ક્રાઇમ

રાજસ્થાનમાં ચોરીના ગુનામાં ફરાર શખ્સ મોરબીથી પકડાયો

Published

on


રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં ચોરી/વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.


મોરબી પેરોલ ફર્લો સ્કોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મકબુલ હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો હાલે મોરબી વીસીફાટક પાસે ઉભેલ હોય તેવી ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે તપાસ કરતા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મકબુલ હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી ચોરીના ગુનામાં હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા સોપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ક્રાઇમ

વધુ એક કલંકિત ઘટના, આણંદની સ્કૂલમાં સગીરાને દારૂ પાઈ દુષ્કર્મનો પ્રયાસ

Published

on

By

વડોદરામાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે, ત્યારે વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. આણંદ નજીકના એક ગામમાં ગેંગરેપના પ્રયાસની ફરિયાદ નોંઘાઇ છે. સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગેંગરેપના પ્રયાસનો આરોપ મૂકાતા ખળભળાટ મચી ગયો છે. મોડી રાત્રે બેવડાના વલ્લીપુરામાં સગીરા સાથે ગામના ત્રણ યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સરકારી શાળામાં ગેંગરેપના પ્રયાસનો આરોપ છે. સગીરાને નશો કરાવી સરકારી શાળામાં લઇ જઇ દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. સગીરાએ બુમો પાડતાં ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સગીરાએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખંભોળજ પોલીસે સંજય, સોમાભાઈ અને પ્રીત નામના યુવકો વિરુદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઇ છે.

Continue Reading

ક્રાઇમ

વડોદરામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ત્રણ નરાધમો ઝબ્બે

Published

on

By

200 પોલીસે 45 કિલોમીટર વિસ્તારના 1100 સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓ સુધી પહોંચવામાં મેળવેલી સફળતા

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં સગીરા ઉપર થયેલા દુષ્કર્મ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાંચે 48 કલાકમાં 11 સાયન્સની છાત્રા સાથે સામુહિક દૂષ્કર્મ ગુજારનાર ત્રણ વિધર્મી શખ્સોને ઝડપી લીધા હતાં. આ ચકચારી ઘટનામાં વડોદરા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 200થી વધુ પોલીસ કર્મચારીઓએ 1100 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. વડોદરાની આ ચકચારી ઘટનાને લઈને પોલીસને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હોય જેમાં સાળો-બનેવી અને અન્ય એક એમ કુલ ત્રણ પરપ્રાંતિય શખ્સોની વિશેષ પુછપરછ શરૂ કરી છે.


નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુળ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના ગૌરાનો વતની અને વડોદરાના તાંડરજાના કાલીતલાવડી નજીક એકતા નગરમાં રહેતા અને પીઓપીનું કામ કરતા મુન્ના અબ્બાસ બનજારા (ઉ.વ.27) તથા મુન્નાના બનેવી ઉત્તર પ્રદેશના આલાપુલના રામબાગ બડાગાવનો વતની અને હાલ વડોદરાના તાંદરજા કાળી તલાવડી એકતા નગરમાં રહેતો અને પીઓપીનું કામ કરતો મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા ઉ.વ.36 અને ઉત્તરપ્રદેશના અકબરપુર જિલ્લાના શહેજાદપૂર તાલુકાના લોરનપુર તાજન ગામના વતની અને વડોદરાના તાંદરજા વિસ્તારમાં શનફાર્મા કંપની પાછળ અક્ષા હાઈટ્સમાં રહેતો અને પીઓપીનું કામ કરતો શાહરુખ કિસ્મતઅલી બનજારાની ધરપકડ કરી છે.


ગત તા. 4-10ના રોજ સગીરા તેના મિત્ર સાથે ગોતરી ખાતે ભેગા થયા બાદ બાઈક ઉપર સેવાસી ભાયલી કેનાલ રોડ ઉપર આવેલ એક ખુલ્લી જગ્યામાં બેઠી હતી ત્યારે મોટર સાયકલ પર આવેલા આરોપીઓએ બન્નેની પુછપરછ કરી હતી. જેમાં એક મોટર સાયકલ ઉપર ત્રણ અને બીજા મોટર સાયકલ ઉપર બે તેમ પાંચ લોકો હતાં. જેમાં ડબલ સવારી મોટર સાયકલ પર આવેલા આ ત્રિપુટીના સાથેના બે શખ્સોએ પકડાયેલા મુન્ના, મુમતાજ અને શાહરુખને આ કપલને જવા દેવા માટે કહી ત્યાંથી નિકળી ગયા હતાં. અને બાદમાં 11:30થી 12 વાગ્યાના સુમારે આ સમગ્ર ઘટના બની હતી અને આ ત્રણેય શખ્સોએ સગીરાના બોયફ્રેન્ડને પકડી રાખી તેની સાથે શારીરિક અડપલા કરી અને બળજબરીપૂર્વક સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ હતું. અને સગીરાનો મોબાઈલ પણ લુંટીને ભાગી છૂટ્યા હતાં.


ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. આરોપીને શોધવા માટે 200થી વધુ પોલીસકર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના સાળા બનેવી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમાં પોલીસે તલાશી લીધી હતી.દુષ્કર્મ કેસના આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ બનજારાનું મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઈ ગયા, તેઓ એકબીજા સંપર્ક કેવી રીતે આવ્યા, આ ગુનામાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.

સગીરાની માતાએ કરેલો કોલ આરોપીએ રિસીવ કર્યોને પોલીસનું કામ બની ગયું
ભાયલી પાસેની અવાવરું જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઈ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઇલ પણ લૂંટ્યો હતો. આ મોબાઇલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું. પુત્રી મોડી રાત સુધી ઘેર નહીં આવતાં તેની માતા તેના મોબાઇલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડ્યો હતો અને માત્ર પાંચ સેક્ધડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઑફ થઈ ગયો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતા નરાધમોએ સગીરાની માતા સાથે માત્ર પાંચ સેકંડ માટે કરેલી વાત આરોપીઓ સુધી પોલીસને લઈ ગઈ હતી.

મુન્નાની પત્ની સગર્ભા હોય હવસ સંતોષવા માટે સગીરાને શિકાર બનાવી
પોલીસ તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં મુળ ઉત્તર પ્રદેશનો વતની મુન્ના અબાસ બંજારા 10 વર્ષ પહેલા રોજગાર માટે વડોદરા આવ્યો હોય હાલ તે પોતાની સગર્ભા પત્ની સાથે રહેતો હોય અને તેનો ભાઈનો બનેવી મુમતાજ આફતાબ સુબેદાર પણ તેની સાથે જ રહે છે. મુન્નાની પત્ની સગર્ભા હોય તેણે હવસનો કિડો સળવળતો હોય દરમિયાન મુમતાદ અને મિત્ર શાહરુખ સાથે ભાયલી વિસ્તારમાંથી નિકળ્યો ત્યારે સગીરાને તેના બોયફ્રેન્ડ સાથે એકલી બેઠેલી જોઈ પોતાની હવસ સંતોષવા સગીરાને શિકાર બનાવી હતી. મુન્ના સાથે મુમતાજ અને શાહરુખે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. પકડાયેલ મુમતાજ સામે તેની પત્નીએ દહેજ ધારાનો કેસ કર્યો હોય જેમાં તે પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

કામગીરી કરનાર પોલીસ ટીમ
વડોદરાના ચકચારી સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીને 48 કલાકમાં પોલીસે ઝડપી લીધા હોય જેમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા ઈન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ તેમજ ક્રાઈમ બ્રાંચના ડીસીપી એચએ રાઠોડના માર્ગ દર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના એસીપીના સુપરવીઝનમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ આર.જી જાડેજા, પીઆઈ એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ 8 પીએસઆઈ, 55 પોલીસ કર્મચારી મળી કુલ 65 પોલીસ જવાનો અને કર્મચારીઓ એકબીજાના સંકલનમાં રહી બે શીફ્ટમાં આ ગંભીર ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે કામે લાગ્યા હતા અને 45 કિલોમીટરના રૂટ ઉપર 1100 સીસીટીવી કેમેરા તપાસી અંતે આ ત્રિપુટીને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

Continue Reading

ક્રાઇમ

પાટણમાં ચૌધરી સમાજની સાધારણ સભામાં ધબાધબી

Published

on

By

અધ્યક્ષ સ્થાન મુદ્દે બે જૂથ સામસામે આવી જતા મામલો બિચકયો, પથ્થરમારામાં 10 ઘવાયા


પાટણ ખાતે અખિલ આંજણા ચૌધરી સમાજની સાધારણ સભા મળી હતી. સભાના અધ્યક્ષસ્થાનને મામલે બે જૂથ પડી જતાં હોબાળો થયો હતો અને જૂથ વચ્ચે ઘર્ષણ થતા નાસભાગ મચી ગઇ હતી અને છુટ્ટા હાથની મારામારી તથા પથ્થરમારો થતાં સમાજના 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મામલો ઉગ્ર ના બને તે માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી છે.

પાટણની આદર્શ વિદ્યાલય ખાતે રવિવારે અખિલ આંજણા સમાજની સાધારણ સભા યોજાઇ હતી. આંજણા સમાજની યોજાયેલી આ સભામાં મુખ્ય મુદ્દો સમાજના પ્રમુખ તેમજ હોદ્દેદારોની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવાનો હોવાથી સામાજિક બે જૂથ પડી ગયા હતા અને જોત જોતામાં બે જૂથો સામસામે આવી ગયા હતા. જેના કારણે સભામાં હોબાળો તેમજ ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ સર્જાયું હતું.મામલો વધુ ઉગ્ર બનતા સભામાં એકબીજા ઉપર ધોકાઓ વડે તેમજ છુટા પથ્થરો વડે મારો કરવામાં આવ્યો હતો. જેમાં બંને જૂથના લોકોને નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ કરાતા પાટણ બી ડીવીઝન પોલીસ અને 108ને ટીમ તરંત જ આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી સભાએ આવી પહોંચી હતી. જોકે સામાજિક ઝઘડો વધુ ઉગ્રરૂૂપ ધારણ ના કરે તે માટે મામલને શાંત પાડવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. સભામાં સામસામે થયેલા ઝઘડામાં 10 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જે ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણ સિવિલ અને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


સામાજિક ઝઘડામાં કેમ મામલો ઉગ્ર બન્યો અને કોના કોના દ્વારા એકબીજા ઉપર પ્રહાર કરવામાં આવ્યા તે બાબતને લઈને પાટણ પોલીસ દ્વારા ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે તેવી વિગત પાટણ બી ડીવીજન પોલીસ સ્ટેશનમા સૂત્રોએ જણાવ્યું હતું.

Continue Reading
રાષ્ટ્રીય14 mins ago

ચૂંટણીના પરિણામો વચ્ચે શેર બજારમાં તેજી, Nifty 100 પોઈન્ટથી વધુ તો સેન્સેક્સમાં 350થી વધુનો ઉછાળો

રાષ્ટ્રીય48 mins ago

‘જો જીત ન મળે તો તે મારી જવાબદારી…’ પરિણામો પહેલા જ હરિયાણાના સીએમ નાયબ સૈનીનું નિવેદન

રાષ્ટ્રીય1 hour ago

હરિયાણામાં ફરી વલણ બદલાયું… ભાજપે બહુમતીનો આંકડો કર્યો પાર, જાણો જમ્મુ-કાશ્મીરની સ્થિતિ

મનોરંજન17 hours ago

‘રોહિત શેટ્ટીની ફિલ્મમાં કરીના કપૂર ન હોય, એ તો એ શક્ય નથી..’ જાણો કોણે આવું કહ્યું?

રાષ્ટ્રીય17 hours ago

ભારતની સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરે કરી નિવૃત્તિની જાહેરાત

આંતરરાષ્ટ્રીય17 hours ago

અમેરિકના આ બે વૈજ્ઞાનિકો મળ્યો મેડિસિનમાં નોબેલ પુરસ્કાર મળ્યો, માઈક્રોRNAની શોધ કરી

આંતરરાષ્ટ્રીય17 hours ago

પ્રેમમાં પાગલ યુવતીએ પરિવારના 13 સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા

રાષ્ટ્રીય17 hours ago

હરિયાણા-કાશ્મીરના પરિણામો બાદ બિહારમાં રાજકીય ભૂકંપ: આર.જે.ડી.

આંતરરાષ્ટ્રીય17 hours ago

42 હજારથી વધુ મોત, 98 હજાર ઘાયલ, લાખો લોકો વિસ્થાપિત

રાષ્ટ્રીય17 hours ago

જમ્મુ-કાશ્મીરમાં પરિણામ પહેલા પાંચ નોમિનેટ સભ્યોનો ભાજપનો ખેલ

રાષ્ટ્રીય1 day ago

રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, નશામાં ધૂત કાર ચાલકે 12 લોકોને કચડી નાખ્યાં

રાષ્ટ્રીય1 day ago

ચેન્નાઈ મોટી દુર્ઘટના…મરીના બીચ એર શો દરમ્યાન ભાગદોડ મચી , 5 લોકોના મોત,

ક્રાઇમ20 hours ago

વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા, 5 નરાધમોમાં UPના 3 વિધર્મી, લંગડાતા-લંગડાતા આરોપીઓ હોસ્પિટલ પહોંચ્યા

ગુજરાત17 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડમાં નવા કપાસ- મગફળીની બમ્પર આવક

ગુજરાત17 hours ago

ગ્રીનલીફ વોટર પાર્કના શેડમાં વેલ્ડિંગ કરતી વેળાએ નીચે પટકાતાં શ્રમિકનું મોત

રાષ્ટ્રીય1 day ago

શેરબજારમાં ફરી તેજી!!! સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખૂલ્યા

કચ્છ21 hours ago

કચ્છ બન્યું ડ્રગ્સનો દરિયો!!!! ગાંધીધામમાંથી ઝડપાયું 120 કરોડનું કોકેઈન

રાષ્ટ્રીય18 hours ago

અઠવાડિયાના પ્રારંભે જ શેરબજારમાં નરમ વલણ, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં

ગુજરાત18 hours ago

ખોડિયારપરામાંથી 18 હજારનો દારૂ ભરેલી કાર રેઢી મળી

ક્રાઇમ22 hours ago

મોરબીમાં ખોટા નામ, સરનામા અને બોગસ પોલીસી ઉભી કરી વૃદ્ધ સાથે 4 લાખની ઠગાઇ

Trending