નોનવેજના ધંધાર્થીએ કામ છોડવા બાબતે પૂર્વ કારીગરને ધમકી આપી મિત્ર પર હુમલો કર્યો

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોઠડાના એક ચિકન વેપારી અને તેના સાગરીતોએ એક યુવકને મારવાની ધમકી આપી હતી. આજીડેમ…

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લોઠડાના એક ચિકન વેપારી અને તેના સાગરીતોએ એક યુવકને મારવાની ધમકી આપી હતી. આજીડેમ વિસ્તારના રહીશ સોહીલ ઇબ્રાહીમભાઈ ખેબર નામના યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી અનિશ પીપરાણા અને તેના ત્રણ સાથીદારો, મુન્નો, બાબલો તથા શાહરૂૂખે મળીને તેને તથા તેના મિત્રને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ યુવકના ઘરે પહોંચીને ધોકા જેવા હથિયાર બતાવી ગાળો ભાંડતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આ સમગ્ર વિવાદનું મૂળ કામ છોડી દેવા બાબતે રહેલો જૂનો ખાર છે. ફરિયાદી યુવક અગાઉ આરોપી અનિશની લોધિકા સ્થિત ચિકન શોપમાં કામ કરતો હતો. તે સમયે ફરિયાદીએ આરોપી પાસેથી ત્રીસ હજાર રૂૂપિયા લીધા હતા, જે સમય જતાં તેણે પરત પણ કરી દીધા હતા. જોકે, ત્યારબાદ ફરિયાદીએ ત્યાં કામ કરવાનું છોડી દીધું હતું. આ બાબતનો ખાર રાખીને આરોપી અનિશ વારંવાર ફરિયાદીને કામ પર પાછા આવવા માટે દબાણ કરતો હતો અને જ્યારે ફરિયાદીએ કામ પર જવાની ના પાડી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.

આરોપીઓએ પહેલા ફરિયાદીના ઘરે આવીને તેને શોધ્યો હતો અને ગાળો આપી હતી. ત્યારબાદ, તેમણે ફરિયાદીના મિત્ર સોહીલને રસુલપરામાં આંતરીને ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ફરિયાદીના ફોન પર જ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બી.એન.એસ.ની કલમ 115(2), 351(2), 352, 3(5) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસની જવાબદારી હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મિયાત્રાને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *