યુનિવર્સિટી રોડ ઉપર અન્યના ઝઘડામાં વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોનો હુમલો

શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો નેપાળી યુવાન પોતાના મિત્રને મળવા જતો હતો ત્યારે મધરાત્રે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સો…

શહેરમાં સાધુવાસવાણી રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતો નેપાળી યુવાન પોતાના મિત્રને મળવા જતો હતો ત્યારે મધરાત્રે યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સો ઝઘડો કરતા હતા જે ઝઘડામાં છોડાવવા વચ્ચે પડેલા નેપાળી યુવાન ઉપર નસેડી શખ્સોએ હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ ઉપર ગોપાલ ચોકમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા અજય તેજબહાદુર ઠાકર નામનો 20 વર્ષનો નેપાળી યુવાન રાત્રીના અઢી વાગ્યાના અરસામાં પોતાના મિત્રને મળવા જઈ રહ્યો હતો ત્યારે યુનિવર્સીટી રોડ પર આવેલી કિડની હોસ્પિટલ પાસે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર મારી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં અજય ઠાકર મૂળ નેપાળનો વતની છે. અને રાત્રીના સમયે મિત્રને મળવા જતો હતો. ત્યારે અજાણ્યા વ્યક્તિ સાથે ત્રણથી ચાર શખ્સો દારૂૂના નશામાં ઝઘડો કરતા હતા. જે ઝઘડામાં વચ્ચે પડેલા અજય ઠાકર ઉપર નશાખોર શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *