ગોંડલની SBIમાં ગોલ્ડ લોન લેવા ગયેલા યુવાનનો અઢી લાખના હારની ચોરી

ગોંડલ શહેરના ધમધમતા કડીયા લાઈન વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાની બહારથી એક યુવકના પેન્ટના ખિસ્સામાંથી તસ્કરો ચાલાકીપૂર્વક રૂૂ.2.50 લાખની કિંમતનો સાડા ચાર તોલાનો…

ગોંડલ શહેરના ધમધમતા કડીયા લાઈન વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા શાખાની બહારથી એક યુવકના પેન્ટના ખિસ્સામાંથી તસ્કરો ચાલાકીપૂર્વક રૂૂ.2.50 લાખની કિંમતનો સાડા ચાર તોલાનો સોનાનો રજવાડી હાર સેરવીને ફરાર થઈ જતાં ભારે સન્સનાટી મચી ગઈ છે. આ અંગે ગોંડલ સીટી પોલીસ મથકે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટનાની મળતી વિગત અનુસાર, ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી શિવમ રેસીડેન્સીમાં રહેતા અને ’જય સીયારામ ટ્રેડર્સ’માં ખાનગી નોકરી કરતા 35 વર્ષીય જયદિપભાઇ માવજીભાઈ મકવાણાને નાણાંની જરૂૂરિયાત ઊભી થઈ હતી. જેથી તેઓ ગત તા.15 જુલાઈ 2026ના રોજ સવારના સાડા અગિયારેક વાગ્યે પોતાની પત્ની જયશ્રીબેનનો આશરે સાડા ચાર તોલા વજનનો અને આશરે રૂૂ.2.50 લાખની કિંમત ધરાવતો સોનાનો રજવાડી હાર પોતાના પેન્ટના ખિસ્સામાં મૂકી ગોલ્ડ લોન મેળવવા માટે બાઈક લઈને કડીયા લાઈન સ્થિત જઇઈં બેંક ખાતે આવ્યા હતા.

બેંકમાં ભારે ભીડ હોવાના કારણે જયદિપભાઇ બેંકની બહાર આશરે 10 થી 15 મિનિટ સુધી પોતાના વારાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. બાદમાં તેઓ ત્યાંથી બાઈક લઈને પોતાના ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં અલખના ઓટલા પાસે પહોંચી તેમણે પેન્ટના ખિસ્સામાં તપાસ કરતા સોનાનો રજવાડી હાર ગાયબ હોવાનું જણાયું હતું. આથી ચિંતાતુર બનેલા યુવકે તુરંત બેંક પરિસર, આજુબાજુનો વિસ્તાર તેમજ રસ્તા પર શોધખોળ હાથ ધરી હતી, પરંતુ હારનો કોઈ પત્તો મળ્યો ન હતો.

બનાવ અંગે દંપતીએ પોતાના સ્તરે સતત શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ આખરે હાર ન મળી આવતાં ગત રોજ તા. 22 જુલાઈ 2026ના રોજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશન પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદી જયદિપભાઇ મકવાણાની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. આ કેસની આગળની તપાસ શરૂૂ કરી બેંક પરિસર તથા આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસીને તસ્કરનું સુરાગ મેળવવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *