જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ચાલતી ઘોડીપાસાની મિનિ ક્લબ ઝડપાઈ

જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર ઘોડીપાષાની મીની કલબ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 10…

જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર ઘોડીપાષાની મીની કલબ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 10 આરોપીઓને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂૂપિયા 2,46,500 ની માલમતા કબજે કરી છે.

જામનગરના કડીયાવાડ વિસ્તારમાં લાડવા શેરીમાં રહેતા રાજેન્દ્ર ચમનલાલ નામના શખ્સ દ્વારા બહારથી માણસોને એકત્ર કરીને પોતાના ઘરમાં ઘોડિપાસા અલગ ચલાવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટીમે ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત 10 શખ્સ ઘોડી પાષાનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા. આથી પોલીસે મકાન માલિક રાજેન્દ્ર ચમનલાલ લાલાણી પ્રશાંતસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૌશિક જયંતીલાલ ચાવડા, અજય હરજીભાઈ વાઢેર ભરત રમેશભાઈ વસાણી, ઘનશ્યામભાઈ હીરાભાઈ લાખાણી, ધર્મેન્દ્ર જગદીશભાઈ સોલંકી, સરફરાજ ઓસમાણભાઈ વાઘેર, નરેન્દ્ર જમનાલાલ લાખાણી અને કેતન રાજેશભાઈ ખેતાણી સહિત 10 આરોપીયરની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 50,500 ની રોકડ રકમ નંગ મોબાઈલ ફોન, તેમજ બે વાહનો સહિત કુલ રૂૂપિયા 2,46,500 ની માલમતા કબજે કરી લીધી છે.

ગોકુલનગરમાંથી જુગાર રમી રહેલા પાંચ પકડાયા
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પૂર્વ બાતમીના આધારે જામનગરના ગોકુલ નગર નજીક ખોડીયાર નગરમાં જુગાર અંગે દરોડો પાડી પાંચ પત્તાપ્રેમીઓની અટકાયત કરી છે, અને તેઓ પાસેથી રૂૂપિયા 6.27 લાખની માલમતા કબજે કરી છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને મળેલી બાતમીના આધારે ખોડીયાર નગર વિસ્તારમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા રમેશ રવજીભાઈ પરમાર, ભરત પાલાભાઈ અસવાર, સુખાભાઈ પરસોત્તમભાઈ ડાભી, પાંચાભાઇ ભગવાનજીભાઈ જોરીયા, અને નિલેશ નારણભાઈ કરમુર ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 52,500 ની રોકડ રકમ, પાંચ નંગ મોટરસાયકલ, અને પાંચ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 6,27,500ની માલમતા કબજે કરી લીધી છે, અને તમામ સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા ભંગ બદલ ગુનો દાખલ કરાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *