જયરાજ પ્લોટમાં ત્રીજા માળેથી પટકાતા પરપ્રાંતિય યુવાનનું મોત

શહેરના જયરાજ પ્લોટમાં બિલ્ડીંગના ત્રીજા માળેથી પડી જતાં પશ્ર્ચિમ બંગાળના યુવાનનું ગંભીર થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી…

શહેરના જયરાજ પ્લોટમાં બિલ્ડીંગના ત્રીજા માળેથી પડી જતાં પશ્ર્ચિમ બંગાળના યુવાનનું ગંભીર થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, મુળ પશ્ર્ચિમ બંગાળનો વતની રંજીત ગંગાધર બીસ્વાસ (ઉ.44) નામનો યુવાન આજે સવારે પેલેસ રોડ પર આવેલા જયરાજ પ્લોટ શેરી નં.8માં બિલ્ડીંગના ત્રીજા માળેથી કોઈ કારણોસર પટકાતા તેને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *