જામનગર માં દિગ્વિજય પ્લોટ શેરી નાં 46 ના છેડે સુભાષ પરા શેરી નંબર -1 માં રહેતા પ્રફુલસિંહ ચતુરસિંહ ચૌહાણ નામના 55 વર્ષના આધેડે પંખા ના હુકમા ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ ની જાણ થતાં આડોશ પાડોશના લોકો દોડી આવ્યા હતા, અને 108 ની ટીમ અને પોલીસને જાણ કરી હતી. 108 ની ટુકડીએ તેને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફ્લો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક પ્રૌઢ છેલ્લા દસેક દિવસથી ગુમસૂમ રહેતા હતા. તેઓએ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે દિશામાં પોલીસે તપાસ શરૂૂ કરી છે.
