રામનગરના આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમના વૃદ્ધના હાર્ટએટેકથી મોત

  શહેરમાં આજીવસાહટ નજીક આવેલા રામનગરના આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઇ રહેલા વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા ગમગીની છવાઇ જવા પામી હતી. આ…

 

શહેરમાં આજીવસાહટ નજીક આવેલા રામનગરના આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઇ રહેલા વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત નીપજતા ગમગીની છવાઇ જવા પામી હતી.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રામનગરમાં રહેતા મનોજભાઇ મગનભાઇ બગથરીયા (ઉ.વ.50) વહેલી સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું મોત નીપજતા પરિવારશોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતક આધેડ બે ભાઇ બે બહેનમા નાના અને અપરિણીત હતા.

બીજા બનાવમાં મુળ સુરતના વતની અને ગોંડલ રોડ પર આવેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઇ રહેલા પ્રવિણભાઇ ભીખાભાઇ ચૌહાણ (ઉ.વ.53) બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કર્યુ હતુ.

અન્ય બનાવમાં આકાશવાણી ચોકમાં આવેલા નંદી પાર્કમાં રહેતા અને ઇલેકટ્રીક બાઇકનું વેંચાણ કરતા મુનાવર ગોરી સીપાઇ (ઉ.વ.41)ઓનલાઇન મીંટીગમાં ફોન રીર્સીવ નહીં કરતા કર્મચારીઓ ઘરે દોડી ગયા હતા. ત્યારે મુનાવર બેભાન હાલતમાં પડ્યો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયા તેનુ મોત નીપજ્યુ હતુ. ઉપરોક બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *