ભાડલામાં શ્રમિક યુવાને પત્ની રિસામણે ચાલી જતાં ઝેરી દવા પીધી
મોરબીના જાંબુડીયા ગામે રહેતા આધેડ લાલપર પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આધેડનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીના જાંબુડીયા ગામે રહેતાં અને કારખાનામાં કામ કરતાં ઉતર પ્રદેશનાં રાજકુમાર રાજારામ વર્મા નામના 52 વર્ષના આધેડ લાલપર રોડ પરથી અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમા મળી આવ્યા હતાં. શ્રમિક આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં જસદણનાં ભાડલા ગામે ખેત મજુરી અર્થે આવેલા રાજેશ કદમભાઈ ખીરાડે નામના 30 વર્ષના યુવાને પત્ની અનિતાબેન રિસામણે ચાલી જતાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
