હાપલિયા પાર્ક અને વેલનાથ પાર્કના બે યુવાને બિમારી સબબ દમ તોડ્યા
શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા આધેડનું હદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ નવીનચંદ્રભાઈ ભટ્ટ નામના 54 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં કોઠારીયા રોડ ઉપર આવેલા હાપલીયા પાર્કમાં રહેતા ધર્મેશભાઈ દિનેશભાઈ દલાલ (ઉ.વ.39) અને વેલનાથ પાર્કમાં રહેતા સંજય પરસોતમભાઈ અઘોલા (ઉ.વ.38)નું બીમારી સબબ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બના અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.