વાંકાનેરમાં મન કી બાત સાથે વિકાસયાત્રાના આગામી અધ્યાયની તૈયારી અંગે બેઠક યોજાઇ

ધારાસભ્ય જીતુ સેભાણી અને તપન દવેએ કાર્યક્રમોની રૂપરેખાનું માર્ગદર્શન કર્યું વાંકાનેર ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 134મા ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક…

ધારાસભ્ય જીતુ સેભાણી અને તપન દવેએ કાર્યક્રમોની રૂપરેખાનું માર્ગદર્શન કર્યું

વાંકાનેર ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 134મા ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક નિહાળન કરવામાં આવ્યું હતું. આ સાથે કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાંકાનેર શહેર અને તાલુકાના ભાજપ આગેવાનોની આયોજનલક્ષી બેઠક યોજાઈ હતી.

બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ આગામી દિવસોમાં યોજાનારા જનસંપર્ક, સેવા અને વિકાસલક્ષી કાર્યક્રમોની રૂૂપરેખા અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજકીય રીતે જોવામાં આવે તો 12 વર્ષના શાસનકાળ બાદ ભાજપ માટે હવે માત્ર વિકાસના દાવાઓ પૂરતા નથી, પરંતુ પ્રજાની વધતી અપેક્ષાઓને સંતોષવાનો પડકાર પણ એટલો જ મહત્વનો બની રહ્યો છે. રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને સ્થાનિક સ્તરે નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર લોકો વધુ પરિણામલક્ષી કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.

‘મન કી બાત’ જેવા કાર્યક્રમો દ્વારા કેન્દ્ર સરકાર સીધો જનસંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે, જ્યારે સ્થાનિક સ્તરે યોજાતી આવી બેઠકો સંગઠનને વધુ સક્રિય બનાવવામાં મદદરૂૂપ બને છે. રાજકીય નિરીક્ષકોના મતે આગામી સમયગાળો વિકાસ કાર્યોની સાથે પ્રજાની દૈનિક સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે પણ મહત્વનો રહેશે. વાંકાનેરમાં યોજાયેલી આ બેઠક માત્ર ઉજવણી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ આગામી દિવસોમાં સેવા, સંગઠન અને જનકલ્યાણના કાર્યક્રમોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટેનું આયોજન મંચ પણ બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *