શહેર ભાજપ કાર્યાલય ખાતે મહાપાલિકાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોની બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદરણીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈના માર્ગદર્શન હેઠળ આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ફરી એકવા જવલંત…

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદરણીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈના માર્ગદર્શન હેઠળ આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ફરી એકવા જવલંત અને ભવ્યાતિભવ્ય જીત માટેની તૈયારીરૂૂપે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે રાજકોટ શહેર સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરૂૂધ્ધભાઈ દવે તેમજ રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરની આગામી ચુંટણીની સુચારૂૂ વ્યવસ્થાના ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જની આગેવાનીમાં રાજકોટ શહેરમાં રહેતાં પ્રદેશ આમંત્રિત સભ્યો અને પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, રાજકોટ શહેર સંગઠનના હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ મહામંત્રી તેમજ નવનિયુકત તમામ મોરચાના પ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારોની સાથે આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં કરવાની થતી બુથ લેવલની કામગીરી, શકિતકેન્દ્ર હેઠળ થતી કામગીરી સહિતની કામગીરી અંગે આગામી તા. 29-3-2026 ના રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દરેક વોર્ડમાં બુથ પ્રમુખો, શકિતકેન્દ્રના સંયોજકો તેમજ દરેક વોર્ડમાં રહેતાં પ્રદેશ હોદ્દેદારો, વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યો, સાંસદસભ્યો, પૂર્વ હોદ્દેદારો, રાજકોટ શહેર સંગઠનના હોદ્દેદારો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે ટીફીન બેઠક સહિત યોજવાનું નકકી કરવામાં આવ્યુ છે. અને આગામી સમયમાં બુથ લેવલે શકિતકેન્દ્રોમાં રાત્રી રોકાણ સહિતની બેઠકો પણ યોજવા સુચના આપવામાં આવેલ હતી.

આ બેઠકમાં પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ મંત્રી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવ, શહેર પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડો. દેવાંગીબેન મૈયડ, સહિત તમામ શ્રેણીના રાજકોટ શહેર સંગઠનના હોદ્દેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ મહામંત્રી નવનિયુકતમોરચાના પ્રમુખ મહામંત્રી સહિતના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી મહામનગરપાલિકાની ચુંટણીમાં રાજકોટ મહાનગરમાં ભવ્ય જીત મેળવવા માટેનું માઈક્રોપ્લાનીંગ કરી રણનીતી તૈયાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *