જામનગરના શક્તિનગરમાં દીવાની ઝાળના કારણે વિકરાળ આગ ભભૂકી

જામનગર શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેતા જગતસિંહ નામના એક રહેવાસીના રહેણાક મકાનમાં આજે વહેલી સવારે 8.30 વાગ્યાના અરસામાં મંદિરમાં દીવો કરવામાં આવ્યો હતો, જે દીવાની ઝાળના…

જામનગર શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેતા જગતસિંહ નામના એક રહેવાસીના રહેણાક મકાનમાં આજે વહેલી સવારે 8.30 વાગ્યાના અરસામાં મંદિરમાં દીવો કરવામાં આવ્યો હતો, જે દીવાની ઝાળના કારણે આગ લાગી હતી, અને મંદિર સહિતનો હિસ્સો સળગવા લાગ્યો હતો.

આ આગ ની ઘટનાને લઈને દોડધામ થઈ હતી, અને મકાન માલિક તેમજ આસપાસના લોકોએ એકત્ર થઈને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.
આગના બનાવ અંગે ફાયર બ્રિગેડ ને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, પરંતુ સ્થાનિકોએ સમયસર આગને કાબુ મા લઇ લેતાં આગ વધુ પ્રસરતાં અટકી હતી, અને માત્ર મકાનના મંદિર પરિસરના ભાગમાંજ આગ ફેલાઈ હતી. તેથી વધુ નુકસાની પણ અટકી ગઈ હતી, અને કોઈ જાનહાની થઈ ન હતી. સળગતો દીવો મંદિરના લાકડાના ભાગ ઉપર પડ્યો હોવાથી આગ લાગી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *