રાજકોટના ત્રંબા પાસે કાર અડફેટે બાઇકસવાર પરિણીતાનું પતિ-પુત્રની નજર સામે જ મોત

ભીમ અગિયારસના તહેવારના દિવસે શિખંડ અને કેરીનો રસ લઇ પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત; પિતા-પુત્ર સારવારમાં રાજકોટ નજીક આવેલા ત્રંબા પાસે કાર ચાલકે બાઇકને ઠોકરે…

ભીમ અગિયારસના તહેવારના દિવસે શિખંડ અને કેરીનો રસ લઇ પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત; પિતા-પુત્ર સારવારમાં

રાજકોટ નજીક આવેલા ત્રંબા પાસે કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા દંપતિ અને માસુમ પુત્રને સારવાર માટે ખસેડાયા હતા. જયા ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીજપતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ત્રંબા ગામે રહેતા ભાવેશભાઇ ધીરુભાઇ બાંભણીયા (ઉ.વ.30), નીશાબેન ભાવેશભાઇ બાંભણીયા (ઉ.વ.28) અને તેમનો ચાર વર્ષનો પુત્ર કાનો બાઇક લઇ ત્રંબા અને કાળીપાટ ગામ વચ્ચેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણયા કાર ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતિ અને માસુમ પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયા સારવાર કારગત નીવડે તે પૂર્વ જ નીશાબેન બાંભણીયાએ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાથમિક તપાસમાં ગઇકાલે ભીમ અગિયારસનો તહેવાર હોવાથી દંપતિ પુત્રને લઇ ત્રંબા ખાતે શિખંડ અને કેરીનો રસ લેવા ગયા હતા. જયાથી પરત ફરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં નીશાબેનનુ મોત નીપજતા તહેવારનો માહોલ માતમમા છવાયો હતો. આ બનાવ અંગે આજીડેમ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *