સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજે બપોરના સમયે એક પરણીતાએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યા ની ઘટનાને પગલે વીજપડી પોલીસે ઘટના સ્થળે જઈ પંચનામું કર્યું અને પરણીતાના મૃતદેહને સાવરકુંડલા પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પરણીતા તેજલબેન મેરૂૂભાઈ પરમાર ઉંમર વર્ષ 22 જે અમરેલીના છે અને તેમના આશરે ત્રણ વર્ષ પહેલા વીજપડી ખાતે રહેતા હિતેશભાઈ કેશુભાઈ ચારોલીયા સાથે થયા હતા. હાલમાં તેને એક વર્ષનો એક દીકરો છે.
અને તે સાવરકુંડલા ખાતે આઉટસોર્સ માં નોકરી કરે છે તેવું જાણવા મળ્યું છે મૃતક પરણીતા તેજલ બેન ના માતા-પિતા એ એવું જણાવ્યું હતું કે અમારી દીકરીને પતિ સાસુ અને સસરાનો ત્રાસ હતો અને તેને માર મારી અને ટીંગાડી દીધેલ છે તેવો તેમણે આક્ષેપ કર્યો હતો ત્યારે મૃતક તેજલ બેન ના સાસુ અને પતિ હિતેશભાઈ ના માતા એ એવું જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે પતિ-પત્નીને મોટો ઝઘડો થયો હતો અમે લોકો તો બહાર હતા અને આવી ઘટના બની હાલ પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી થયા બાદ ફરિયાદ નોંધવાની કામગીરી શરૂૂ કરવામાં આવશે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે હત્યા છે કે આત્મહત્યા હાલ તો સાવરકુંડલા સરકારી દવાખાને મૃતક તેજલબેન ના પિયરીયાના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આક્રાંત કરતા જોવા મળ્યાં.
