પ્રેમી સાથે ભાગેલી યુવતી પરત આવી જતા ફરીથી સાથે રાખવા ધમપછાડા
વિંછીયામાં ધરાર પરણિત પ્રેમીએ યુવતીના કાકાને ધમકી આપી હોય તે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સત્યજીત સોસાયટીમાં રહેતા રાજેશ મનહરભાઇ શાહની ફરિયાદને આધારે સાગર નટુભાઈ વાલાણી સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ નાના ભાઇ જયેશભાઇનો પરીવાર વિંછીયા ખાતે રહિયે છીએ અને આ મારા ભાઈ જયેશભાઈની દિકરી હેતવીબેન અમારા વિછીયા ગામના સાગરભાઈ નટુભાઈ વાલાણી સાથે પ્રેમસંબંધ હોય અને તેઓ બન્ને આજથી બે માસ પહેલા ભાગી ગયેલ જેથી અમો 5 રીવારે અમારી દિકરી હેતવીની વિંછીયા પો.સ્ટે ખાતે ગુમસુધા નોંધાવેલ અને બાદમા આ બન્ને સાગર અને હેતવી પરત મ ળી આવેલ અને અમારા પરીવાર સાથે રહેવા તૈયાર થઈ ગયેલ અને બાદમાં તેણે જણાવેલ કે આ સાગરભાઇ પોતે પરિ ણીત હોય અને તેને એક બાળક પણ હોય.
આ હેતવી અમારી સાથે રહેવા આવેલ જે બાબતનો ખાર રાખી ગઈકાલ તા.0 5/03/2026 ના રોજ હું જ્યારે મારી વિંછીયા મેઇન બજારે દુકાને હતો તે સમયે મારા ફોનમા સાગરભાઇ નટુભાઈ વાલાણીનો ફોન આવેલ અને ધમકીઓ આપવા લાગેલ કે હેતવીનો કબજો મને પાછો સોંપી દો નહીતર હું તમને જોય લઇશ અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને ત્યારબાદ તા.04/03/2026 ના રોજ વિંછીયા મારા મકાને આવીને મા રા પિતા મનહરભાઇ અમોલખભાઈને મારી નાખવાની ધમકી આપેલ આમ અવારનવાર ફોન કરીને મારી નાખવાની ધમ કીઓ આપે છે તેમજ આ સાગરભાઈ વાલાણી માથાભારે વ્યકિત છે અને અમોને અમારા જાનમાલનુ નુકશાન પહોચાડ વાની ધમકી ફોનમા આપતો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.
