વેરાવળમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા શખ્સને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યો

વેરાવળ પોલીસ ગુજસીટોક ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ગીર સોમનાથ એલ.સી.બી. એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા…

વેરાવળ પોલીસ ગુજસીટોક ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ગીર સોમનાથ એલ.સી.બી. એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ના ભાગરૂૂપે તમામ નાસતા ફરતા, લાલ શાહી, પાસા, ગુજસીટોક ગુન્હાના આરોપીને પકડી પાડવા સુચના આપતા એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી.રાજપુત, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયા, પેરોલ ફર્લો સ્કવોડે પો.સબ ઇન્સ. એ.બી.ગોહિલ ની રાહબરી હેઠળ પો.કોન્સ. અશોકભાઇ મોરી, પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઈ પટાટ સહિતનાએ બાતમીના આધારે તથા એ.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.કોન્સ, મયુરભાઇ સોલંકી દ્વારા ટેકનિકલ એનાલીસીસ આધારે વેરાવળ પોલીસ સ્ટેશનના ગુજશીટોક-2015 ની કલમ 3(1), 3(2),3(4) મુજબના નાસતા ફરતા આરોપી (1) રાજેશગીરી ઉર્ફે વનરાજ ઉમેશગીરી ગોસ્વામી બાવાજી ઉ.વ.39, ધંધો.ટક ડ્રાઇવીંગ, રહે.હાલ જુનાગઢ, મધુરમ બાયપાસ, રામદેવપીરના મંદિર પાસે, મૂળ રહે.સીંગરીયા ગામ, તા.જી.પોરબંદર વાળા ને રાજકોટ ખાતે થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *