કોટડા સાંગાણીમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં 13 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમનું વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન રાજકોટ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે વોન્ટેડ આરોપીનોને પકડવા શરૂૂ કરેલા ઓપરેશનમાં એક મોટી સફળતા…

રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમનું વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન

રાજકોટ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે વોન્ટેડ આરોપીનોને પકડવા શરૂૂ કરેલા ઓપરેશનમાં એક મોટી સફળતા સાંપડી છે. કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લા 13 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દબોચી લીધો છે.

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર ના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ જિલ્લાના નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ આદેશ અન્વયે એલ.સી.બી. શાખાની ટીમે વર્ષ 2013માં કોટડાસાંગાણી પોલીસ મથકે અપહરણ અને પોક્સો એક્ટ અન્વયે દાખલ થયેલ ગુનાનો મુખ્ય આરોપી ખેલુભાઇ થાવરીયાભાઇ બામણીયા (ઉં.વ. 36, જાતે: આદિવાસી, રહે. મુ. ગવણ, ખેરવાડ ફળીયા, તા.જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ) પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો હતો. કોર્ટ દ્વારા પણ આ આરોપી વિરૂૂદ્ધ સી.આર.પી.સી. કલમ-70 મુજબનું પકડવોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું.

લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે આ વોન્ટેડ આરોપી ગોંડલ નજીક અવરજવર કરી રહ્યો છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે ગોંડલની ગુંદાળા ચોકડી ઓવરબ્રીઝ નીચે વોચ ગોઠવીને આરોપી ખેલુભાઇ બામણીયાને ઝડપી પાડ્યો હતો.

આ સફળ ઓપરેશન એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ. જે.પી.રાવ, પી.એસ.આઈ. કે.એમ.ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ તથા એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી અને હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ભગીરથસિંહ જાડેજા સહિતની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *