કોટડાસાંગાણીના રાજપરામાં વકીલાતનો અભ્યાસ કરી નકલી તબીબ બનેલો શખ્સ ઝડપાયો

રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા અધિક્ષક વિજય સિંહ ગુર્જર , રાજકોટ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ…

રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા અધિક્ષક વિજય સિંહ ગુર્જર , રાજકોટ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ કરતા બોગસ ડોકટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ.પારગી સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ કોટડાસાંગાણી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ નૈમીષભાઇ મહેતા તથા પો.કોન્સ.વિપુલભાઇ ગોહિલ તથા રણજીતભાઇ ધાધલ નાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, જે હકિકત આધારે ભાવેશભાઇ રમેશભાઇ કોઠીયા રહે.રાજપરા ગામ તાલુકો કોટડાસાંગાણીને કબ્જામાંથી અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો જથ્થો જેની કિ.રૂૂ.12,865/ સાથે ઝડપી પાડી કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કર્યો હતો. પકડાયેલા બોગસ કાર્યવાહી કરેલ.

તબીબે બી.કોમ. એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલ છે. એસ.ઓ.જી. શાખાના પીઆઈ એફ.એ.પારગી તથા પો.હેડ.કોન્સ. નૈમીષભાઇ મહેતા પો.કોન્સ વિપુલભાઇ ગોહિલ તથા રણજીતભાઇ ધાધલે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *