હળવદના સમલી મંદિરમાં ચોરી કરનાર એક શખ્સની અટકાયત

હળવદનાં સમલી ગામે મંદિરમાં ચોરીની ઘટના બની હતી જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ ચલાવી હતી ચોરી કરનાર એક ઈસમને ઝડપી…

હળવદનાં સમલી ગામે મંદિરમાં ચોરીની ઘટના બની હતી જે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ ચલાવી હતી ચોરી કરનાર એક ઈસમને ઝડપી લઈને પોલીસે એક લાખથી વધુની રોકડ રકમ રીકવર કરી છે ગત તા. 08 ના રોજ હળવદ તાલુકાના સમલી ગામે આવેલ મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો હળવદ પોલીસે ગુનો નોંધી ચોરી કરનાર ઈસમને ઝડપી લેવા તપાસ ચલાવી હતી.

સીસીટીવી અને બાતમીદારો મારફતે બાતમી મેળવી સમલી ગામે ચામુંડા માતાજીના મઢમાં દાન પેટીમાંથી કરી કરનાર આરોપી રાજુ રામજીભાઈ ડાભી રહે વીરપર તા. વાંકાનેર વાળો હોવાનું ખુલતા આરોપી રાજુ ડાભીને ઝડપી લીધો હતો અને આરોપી પાસેથી મંદિરમાંથી ચોરી થયેલ રોકડ રૂૂ 1,00,473 બાઈક જીજે 36 એએમ 1151 કીમત રૂૂ 40,000 અને મોબાઈલ કીમત રૂૂ 5000 સહિતનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *