જામનગરમાંથી વધુ એક વખત દારૂૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે રણજીતનગર નેવલ પાર્ક પાસેથી કારમાં થતી દારુની હેરાફેરીનો પર્દાફાશ કરી એક શખ્સને દબોચી લીધો હતો. જ્યારે એકની સંડોવણી સામે આવતા તેને ફરારી જાહેર કરાયો છે.
જામનગર સીટી સી ડીવીઝન પોલીસે શહેરના રણજીતનગર નેવલ પાર્ક પાસે બ્લોક નં-જી.3 સામે દરોડો પાડી આરોપી કપીલ રાજુભાઇ ધનવાણી (ઉવ-31 રહે. દિ-પ્લોટ-61 જોલી બંગલો બંશી ડેરીનીબાજુમાં જામનગર) ને ક્રેટા કાર જી.જે.05.જે.એન.8899 માં દારૂૂની હેરાફેરી કરતો પકડી પાડ્યો હતો.
કારની તલાસી લેતા રૂૂ. 56000 ની કિંમતની 112 બોટલ દારૂૂ, 9200 ની કિંમતના 46 ચપટા અને 15840 રૂૂપિયાની કિંમતના 72 ટીન બીયર નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કાર રૂૂ.3,00,000 સહિત કિ.રૂૂ.3,81,040 ના મુદામાલ સાથે કપીલને દબોચી લીધો હતો. જ્યારે તપાસમાં મનીષ ઉર્ફે મનીયો પલી દામા (રહે.નંદનવન રણજીતસાગર રોડ જામનગર) ની સંડોવણી સામે આવતા તને ફરારી જાહેર કરાયો છે.
ઈંગ્લિસ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા
જામનગરના બે શખ્સને દરોડા દરમિયાન સ્થાનિક પોલીસે ઇંગ્લિશ દારૂૂની કુળમળી 5 નંગ નાની બાટલી સાથે ઝડપી લઇ તેઓ સામે દારૂૂબંધી ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના છેવાડે ગુલાબનગર, આહિર સમાજની વાડી પાસે રહેતો પારસ સુભાષભાઈ માજુસા નામનો શખ્સ સ્કોડા શો રૂૂમ પાસેથી પસાર થતો હોય આ વેળાએ તેને અટકાવી પંચકોષી એ ડિવિઝન પોલીસે તલાસી લેતા અને ઇંગ્લિશ દારૂૂની 3 નાની બાટલી મળી આવતા પકડી પાડી રૂૂ. 450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત જામનગરના ધુવાવ હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા ફિરોજ ઉર્ફે મુન્નો જુમાભાઇ બાબવાણી નામના શખ્સને પણ પંચકોષી એ ડિવિઝન પોલીસે ઇંગ્લિશ દારૂૂની 2 નાની બાટલી સાથે ઝડપી લઇ રૂૂ. 500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
