મોરબીના વીસીપરા મેઇન રોડ પરથી પીસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

પોલીસે હથીયારબંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી પિસ્તોલ સાથે એક…

પોલીસે હથીયારબંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી પિસ્તોલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી આરોપી સદામ ઇલ્યાસભાઇ કટીયા ઉ.વ.24 રહે. મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ -01 કિં રૂૂ. 10,000 તથા કાર્ટીઝ નંગ -02 કિં રૂૂ. 200 મળી કુલ કિં રૂૂ. 10,200 નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *