દરેડ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ગઈકાલે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે મૂળ પોરબંદરના વતની એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે, અને તેની…

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ગઈકાલે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે મૂળ પોરબંદરના વતની એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે, અને તેની સામે હથિયાર ધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

મૂળ પોરબંદરનો વતની અને હાલ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો દિલાવર કાસમભાઇ જોખિયા નામનો શખ્સ દરેડ મસીતીયા રોડ પરથી ગેરકાયદે હથીયાર સાથે પસાર થઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી.

જે દરમિયાન દિલાવર જોખીયા ત્યાંથી પસાર થતાં પોલીસે તેને આંતરી લીધો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજા માંથી દેશી હાથ બનાવટનો લોખંડનો સિંગલ બેરલ વાળો તમંચો (કટ્ટો) મળી આવ્યો હતો. આથી પોલીસે દેશી તમંચો કબજે કરી લઇ તેની સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલ ગુન્હો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે.

જિલ્લામાં જુગારના બે સ્થળે દરોડામાં આઠની અટકાયત
કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા કેશુભાઈ દેવાભાઈ બાબરીયા, મેઘાભાઈ ખોડાભાઈ મકવાણા, જગદીશભાઈ પાલાભાઈ વાલવા, અમૃતભાઈ ધનજીભાઈ ખીમસુરીયા, અને ધનજીભાઈ દેવાભાઈ ખીમસુરીયા ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 1,230 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. આ ઉપરાંત જુગાર અંગે નો બીજો દરોડો જામનગરમાં ત્રણ દરવાજા નજીક આવેલા રિક્ષા સ્ટેન્ડમાં પાડ્યો હતો. જયાં જાહેરમાં જુગાર રમી રહેલા બે રીક્ષા ચાલકો દાઉદ આરીફ ભાઈ ઘાચી અને મહેબુબ અબાભાઈની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 1,420 ની રોકડ રકમ અને ઘોડીપાષા નું સાહિત્ય કબજે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *