શહેરની ભાગોળે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર કાંગશીયાળી ગામ પાસે દેશી તમંચા સાથે દારૂૂની હેરાફેરી કરતા શખ્સને શાપર વેરાવળ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હત. પોલીસે 112 બોટલ દારૂૂ અને હથિયાર મળી રૂૂ.78,112નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હીમકરસિંહે જીલ્લામા દારૂૂ તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તથા ગેર કાયદેસર રીતે હથીયાર રાખતા તેમજ હથીયાર વેચનાર શખ્સો ઉપર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના આપી છે.
જેને પગલે નાયબ પોલીસ અધિક્ષક ગોડલ કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર(વે) પોલીસ મથકમાં પીઆઇ આર.બી.રાણા શીતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતો. દરમ્યાન કાંગશીયાળી ન્યુ 150 ફુટ રીંગ રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે નવી બનતી હીલટોન એરીસ્ટોની સાઇટ નજીક એક શખ્સ વિદેશી દારૂૂ અને હથિયાર સાથે ઉભો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દેશી તમંચા સાથે 112 બોટલ દારૂૂ લઈને ઉભેલા ચીરાગ વલ્ભભાઇ ઘોડાસરા (રહે.કાંગશીયાળી ગામની સીમ કલ્પવન એટલાન્ટીસ હાઇટસ ડી-302 તા.લોધીકા જી.રાજકોટ મુળ ગામ-કોલકી તા.વંથલી જી.જુનાગઢ)ને ઝડપી લીધો હતો. પોલીસે દારૂૂ અને હથિયાર મળી રૂૂ.78,112 નો મુદામાલ જપ્ત કર્યો કરી ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.