કોટડાસાંગાણીના રાજપરા ગામમાં વકીલાતનો અભ્યાસ કરેલ શખ્સને બોગસ ડોકટર બની દવાખાનું ચલાવતાં રૂૂરલ એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી.ભાવેશ કોઠીયાએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરનો અનુભવ મેળવી ચાર વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.રૂૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગીની રાહબરીમાં ટીમ કોટડાસાંગાણી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ નૈમીષભાઇ મહેતા , કોન્સ્ટેબલ વિપુલભાઇ ગોહિલ અને રણજીતભાઇ ધાધલને કોટડાસાંગાણીના રાજપરા ગામે એક શખ્સ મેડિકલ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી ભાવેશ રમેશ કોઠીયા (રહે.રાજપરા ગામ કોટડાસાંગાણી) ને પકડી પાડી તેની પાસેથી ક્લિનિકમાં રાખેલ અલગ અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો મળી કુલ રૂૂમ2,865 નો મુદામાલ કબ્જે કરી કોટડાસાંગાણી પોલીસ મથકમાં ગુનો દાખલ કરેલ હતો.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી છેલ્લા ચાર વર્ષથી મહાદેવ ક્લિનિક નામે દવાખાનુ ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. તેમણે બી.કોમ. એલએલબીનો અભ્યાસ કરેલ છે, જે બાદ તેને ગોંડલમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી અને અનુભવ મેળવ્યા બાદ આ દવાખાનું શરૂૂ કર્યું હતું.
