કોઠારીયા રોડ પર શિવ પાર્કમાં આવેલા એક મકાનનો બેન્કનો સ્ટાફ કોર્ટના આદેશથી કબજો લેવા ગયો હતો. તે વખતે મકાન ધારકે કેરોસીન છાંટી લેતા તેને સિવિલમાં ખસેડાયો હતો.જયા ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું.આજી ડેમ પોલીસે મકાન ધારક અને તેના પુત્ર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.વધુ વિગતો મુજબસુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા અને રાજકોટની સેશન્સ કોર્ટમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ સોલંકી (ઉ.વ.31)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા શિવ પાર્ક મેઇન રોડ પર આવેલા એક મકાનનો કબજો લેવાનો અને તેને પીએન્ડબી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડને સોંપી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
જેથી તેના દ્વારા ગઇ તા. 17 ફબ્રુઆરીનાં રોજ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી. જે મુજબ તા. 6 એપ્રિલના રોજ મિલકત જપ્તીની કાર્યવાહીની જાણ લોન લેનાર મોહીત અને તેના પિતા જયંતિલાલ ચુનિલાલ પરમારને કરવામાં આવી હતી. નિયમ મુજબ તેણે પોલીસ પ્રોટેકશન મેળવવાની અરજી કરી હતી. પરંતુ ગઇ તા. 6 એપ્રિલનાં રોજ પોલીસ પ્રોટેકશન નહીં મળતાં તા. 8 એપ્રિલના રોજ બીજી નોટિસ ઇશ્યુ કરી તા. 20 એપ્રિલના રોજ મિલકત જપ્તીની કાર્યવાહીની મોહીત અને તેના પિતા જયંતિલાલને જાણ કરી હતી.
આજે સવારે તે ઉપરાંત પીએન્ડબી હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડના અધિકૃત અધિકારી વીરેન્દ્રસિંહ જાડેજા, બેન્ક વતી એડવોકેટ જે.એન. શુક્લ, પોલીસમેન પ્રશાંતભાઈ મારૂૂ, વીડિયોગ્રાફર નિરજભાઈ ગઢીયા મિલકતની જપ્તી માટે ગયા હતાં. તે વખતે મોહીત અને તેના પિતા જયંતિલાલ બહાર આવતાં બંનેને મિલકત જપ્તીની સમજ આપી હતી.
જેની સામે બંનેએ કહ્યું કે અમને થોડો સમય આપો. થોડીવાર બાદ બંને મકાનની અંદર જતા રહ્યા હતાં. તે વખતે જયંતિલાલએ મકાનના ઉપરના માળે જઇ બારણા પાસે ઉભા રહી અમને બધાને માચીસ અને દીવાસળી બતાવી હતી. બાદમાં બારણુ બંધ કરી રૂૂમમાં જતા રહ્યા હતાં. થોડીવાર બાદ ધૂમાડા નીકળવા લાગ્યા હતાં.એટલું જ નહીં અંદરથી બૂમાબૂમ સંભળાતા મોહીત ઉપરના માળે દોડી ગયો હતો અને કહ્યું કે મારા પપ્પા સળગી ગયા છે.ત્યાર પછી તે નીચે આવી પાણીની ડોલ ભરી ઉપરના માળે ગયો હતો. પાછળથી તેની સાથેના માણસોએ 108 અને પોલીસને જાણ કરી દીધી હતી. 108 આવી જતાં જયંતિલાલ (ઉ.વ.પપ)ને સિવિલ લઇ ગયા હતાં.જ્યાં તેઓનું સારવારમાં મોત નીપજ્યું હતું.પોલીસને જાણવા મળ્યું હતું કે,જયંતિલાલે મકાન ખાલી કરવા તેઓના થેલા પણ પેક કરી લીધા હતા.
મૃતક પ્રૌઢ અને તેના પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી રોકવા બદલ ગુનો નોંધાયો
ફરિયાદના આધારે આજી ડેમ પોલીસે મોહીત અને તેના પિતા જયંતિલાલ સામે કાયદેસરનું કામ રોકવા માટે આપઘાતનો પ્રયાસ કર્યાની અને કાયદેસરની ફરજ બજાવવા નહીં દીધાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.બીજી તરફ સિવિલમાં જયંતિલાલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.જે અંગે આજી ડેમ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
