દારૂના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર સદર બજારનો શખ્સ ઝડપાયો

રાજકોટ શહેરમા દારૂની બદીને જુગાર પ્રવૃતીને ડામવા માટે પેટ્રોલીંગ કરી જુગાર તેમજ દારૂનાં કેસ કરવા માટે પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનનાં પીઆઇને સુચના આપી હોય…

રાજકોટ શહેરમા દારૂની બદીને જુગાર પ્રવૃતીને ડામવા માટે પેટ્રોલીંગ કરી જુગાર તેમજ દારૂનાં કેસ કરવા માટે પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનનાં પીઆઇને સુચના આપી હોય જે અનુસંધાને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી રહી છે. ત્યારે એ ડીવીઝન પોલીસનાં પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ કે. એમ. વડનગરા, એએસઆઇ એમ. વી. લુવા, કલ્પેશભાઇ બોરીચા અને ધારાભાઇ ગઢવી સહીતનાં સ્ટાફે બાતમીને આધારે દારૂનાં ગુનામા પકડવાના બાકી અને 3 મહીનાથી ફરાર હરીહર ચોક, દાતાર બાપુનાં તકીયાની પાછળ રહેતા સમીર દીલાવરભાઇ લીંગડીયાને પોલીસે ઝડપી લીધો હતો.

તા. 25-12-24 નાં રોજ આરોપીનાં મકાનમાથી 36 બોટલ દારુ પોલીસે કબજે કર્યો હતો. આ સમયે આરોપી ભાગી ગયો હતો અને 3 મહીનાથી લાપતા થયો હતો ગઇકાલે પોતાનાં ઘરે આવતા જ એ ડીવીઝન પોલીસે તેમને ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *