કોઠારિયા રોડ પરથી રામનગરનો શખ્સ 240 નંગ દારૂની બોટલ સાથે ઝડપાયો

શહેરમાં પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દારૂૂનો જથ્થો પકડી પાડયો હતો કોઠારીયા મેઇન રોડ પરથી પી.સી.બી.એ મૌલીકસિંહ ઉર્ફે પાઘડી રાજભા ડાભી (ઉ.વ.37)ને રૂૂા. 68…

શહેરમાં પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દારૂૂનો જથ્થો પકડી પાડયો હતો કોઠારીયા મેઇન રોડ પરથી પી.સી.બી.એ મૌલીકસિંહ ઉર્ફે પાઘડી રાજભા ડાભી (ઉ.વ.37)ને રૂૂા. 68 હજારની દારૂૂની 240 બોટલ સાથે પકડી કાર્યવાહી કરી હતી.

કોઠારીયા મેઇન રોડ પર નંદાહોલથી ભવાની ચોક તરફ જતા રોડ પરથી પી.સી.બી.એ બાતમીના આધારે કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે રામનગર શેરીનં રમાં રહેતા મૌલીકસિંહ ઉર્ફે પાઘડી રાજભા ડાભી (ઉ.વ. 30)ને ઝડપી લેવો હતો. તપાસ કરતા તેની પાસેથી રૂૂા. 68,880ની કિંમતની દારની 240 બોટલ મળી આવતા કબ્જે કરી તેની દારૂૂ કયાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂૂ કરી છે. આરોપી ડ્રાઇવીંગ કરતો હોવાનુ પોલીસે જણાવ્યું છે.

બીજા દરોડામાં રાજકોટ નજીક ત્રંબા ગામ પાસે મોહનધામ આશ્રમ રસ્તા પરથી આજીડેમ પોલીસે વેપારી યોગેશ પંકજભાઈ સુરલા (ઉ.વ.24) રહે. ત્રંબા કોળીવાસને પકડી લઇ રૂૂા. 576ની કિંમતના બીયરના 4 ટીન કબ્જે કરી પૂછતાછ શરૂૂ કરી છે.ત્રીજા દરોડામાં 150 ફૂટ રીંગ રોડ પર નાણાવાટી ચોક પાસેથી ગાંધીગ્રામ પોલીસે મૂળ ગીર સોમનાથના વેરાવળના માથા સુરીયાના એન હાલ રાજકોટમાં શાંતીનગરમાં શ્યામલાલ એપાર્ટમેન્ટમાં રહેતાં ભાવેશ બાબુભાઇ મકવાણા (ઉ.વ.31)ને દારૂૂના 1 ચપલા સાથે પકડી લીધો હતો.

જયારે શહેરની મોરબી બાયપાસ રાણકી ગામના પાટીયા પાસેથી ગાંધીગ્રામ પોલીસે હિરેન મહેશભાઈ પરમાર (ઉ.વ. 40) રહે. મહાવીર રેસીડન્સી ભાડેથી એન દિલીપ નરસિંહભાઇ ડાભી (ઉ.વ. 37 રહે.) ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, બેડીગામ) ને રૂૂા.300ની બે બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.પાંચમાં દરોડામાં વાવડી રોડ પર તથાગતનગર તથણનગર શેરી નં 2 પાસેથી તાલુકા પોલીસે નિલેશ ચંદુભાઇ મકવાણા (ઉ.વ. 26 રહે તથાગતનગર મૂળ સરધાર) અને એક કિશોરને રૂૂા. 1980નાં દારૂૂનાં 11 ચપલા કિમી કુલ રૂૂા. 9900ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *