ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામના રહીશ એવા એક યુવાનને સ્થાનિક પોલીસે ગાંજાના છોડ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામે રહેતા અને વાણંદ કામના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશ ભગવાનજીભાઈ ભોજાભાઈ મકવાણા નામના 45 વર્ષના વાણંદ યુવાને વેચાણ કરવાના ઈરાદાથી પોતાના રહેણાંક મકાનના ફળિયામાં રાખેલા ગાંજાના 28 છોડ પોલીસે કબજે કર્યા હતા. આ પ્રકરણમાં વાડીનાર મરીન પોલીસે રૂૂ. 40,300 ની કિંમતના 4 કિલો 30 ગ્રામ ગાંજાના છોડ કબજે કરી, આરોપી હિતેશ મકવાણા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર કેસની આગળની તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. આર.આર. ઝરુ દ્વારા હાથ ધરવામાં આવી છે.
