રાજકોટમાં રહેતા અને શાપર વેરાવળમાં ટાંકાના ઢાંકણા બનાવવાનું કારખાનું ચાલવતા કારખાનેદાર અને તેમના ભાઈને નેપાળના કાઠમાંડુના શખ્સે નેપાળમાં એફ.આર.પી. મેંવોલ કવર સપ્લાય કરવાના નામે રૂૂ.5300ની છેતરપીંડી કરતા શાપર વેરાવળ પોલીસ માં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ રાજકોટ, મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક સોસાયટી, શેરી નં. 12માં રહેતા અને શાપર ખાતે રોયલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા ટાંકાના ઢાંકણા બનાવતા ગૌતમભાઈ મગનભાઈ રામાણીએ નોંધાવેલી ફરિયાદમાં કાઠમાંડુ (નેપાળ)ના અને વિશાલ પટેલ નામ ધારણ કરનાર શખ્સનું નામ આપ્યું છે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગૌતમ ભાઈ અને તેમના ભાઈ ચિરાગ રામાણી બન્ને અમારા કારખાને હતા ત્યારે ભાઈ ચિરાગ રામાણીના મોબાઇલ નંબર 9537964442 વોટ્સ એપકોલ આવેલ અને કહેલ કે હુ કાઠમાંડુ (નેપાળ) થી વિશાલ પટેલ બોલું છું અને કહેલ કે અમે દરેક દેશમાં એફ.આર.પી. મેંવોલ કવરની સપ્લાય કરીએ છીએ અને તમે એફ.આર.પી. મેંવોલ કવર બનાવો છો અને અમારે દર મહીને 20 થી 22 ગાડી સપ્લાયની જરૂૂરીયાત છે અને અમે તમારી પાસેથી એફ. આર.પી. મેંવોલ કવર ખરીદ કરવા માંગીએ છીએ તેમ વાત કરતા જેથી આટલી મોટી સપ્લાય કરવાથી અમારા ધંધાને વેગ મળે તેમ હોય જેથી અમે સપ્લાય કરવા સારૂૂ સંમતિ દર્શાવેલ જેથી તેણે અમને કહેલ કે આ સપ્લાય ચાલુ કરવા માટે નેપાળ બોર્ડરની ગવર્ન્મેન્ટ એપ્રુવલ લેવા માટે તેમજ સર્ટીફીકેટ કઢાવવા સારૂૂ તમારે ગવર્ન્મેન્ટ સાઇટ ઉપર ઓનલાઇન રૂૂ. 5,300/-પેમેન્ટ કરવું પડશે તેમ વાત કરતા મે હા પાડતા આ વિશાલ પટેલે એક ક્યુ.આર.કોડ મોકલેલ જેમાં મે આઈ.સી.આઈ.સી.આઈ. બેન્ક ના મારા કરન્ટ એકાઉન્ટ માંથી રૂૂ. 3125/- ટ્રાન્સફર કરેલ અને બીજા રૂૂ. 2175/- રૂૂપીયા મારા ભાઇ ચિરાગ રામાણી ના એસ.બી.આઇ. બેન્કના સેવિંગ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરેલ ત્યારબાદ આ વિશાલ પટેલના ઉપરોક્ત નંબર પર અનેક વાર સંપર્ક કરેલ પરંતુ કોઇ સંપર્ક થઇ શકેલ નહી જેથી બન્ને ભાઈ સાથે સાયબર ફ્રોડ થયેલનું લાગતા હેલ્પલાઇન નં. 1930 ઉપર તા. 30/12/2025 ના રોજ ફરીયાદ કરેલ હતી. વિશાલ પટેલ નામ ધારણ કરેલ વ્યક્તિએ ઓનલાઇન છેતરપિંડી કરી હોય જે અંગે ફરિયાદ નોંધાવી હતી.
