આર્થિક ભીંસ દૂર કરવા ચૌધરી હાઇસ્કૂલ સામેના દેરાસરમાં ચોરી કરનાર ઘંટેશ્વરનો શખ્સ ઝડપાયો

  ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા ચિંતામણી દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-2ની ટીમે ઉકેલી નાખી ઘંટેશ્વરના શખ્સની ધરપકડ કરી હતી. આર્થિકભીંસ દુર કરવા બુકાની પહેરીને…

 

ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા ચિંતામણી દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-2ની ટીમે ઉકેલી નાખી ઘંટેશ્વરના શખ્સની ધરપકડ કરી હતી. આર્થિકભીંસ દુર કરવા બુકાની પહેરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કર બાજુમાં આવેલા અવાવરુ મકાનમાંથી દેરાસરમાં ઘુસ્યો હતો.

ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલા દેરાસરમાં ચોરીનો બનાવ બન્યો હતો. મણિયાર દેરાસરમાં મોડી રાત્રે મુખ્ય દરવાજો ટપી ચોરી કરવા આવેલ તસ્કરે દેરાસરમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી ભાગી જતા દેરાસરના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ હતી.
મણીયાર દેરાસરમાં પૂજા કરવાં આવેલ લોકોએ દેરાસરના મેનેજમેન્ટને જાણ કરતાં અગ્રણીઓ દોડી આવ્યાં હતાં અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે પણ સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.

દરમિયાન એલ.સી.બી. ઝોન-2ની ટીમે બાતમીના આધારે રેલનગર સંતોષીનગર ખાતેથી જામનગર રોડ ઘંટેશ્વર 25 વરિયા ક્વાટર્સમાં રહેતા સાગર દિલભાઈ કરસાંગીયા (ઉવ30)ની ધરપકડ કરી હતી. પકડાયેલ સાગર જુના કપડા વાચેવનું કામ કરે છે.આર્થિકભીસ દુર કરવા તેણે દેરાસરમાં ચોરી કરી હતી. ચોકીદાર નહી દેખાતા તે બાજુના મકાન માંથી અંદર ઘુસ્યો અને દાનપેટી ચોરી ગયો હતો. એલસીબી ઝોન-2ની ટીમે સાગર પાસેથી રૂૂ.2360 જેટલી રોડક કબજે કરી હતી.પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની સુચનાથી એલસીબી ઝોન-2ના એ.એસ. આઇ. જે.વી. ગોહિલ, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધિયા, શકિતસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા.કુલદીપસિંહ રાણાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *