બેડી ચોકડી નજીકથી 43 હજારના દારૂ સાથે ગૌરીદડનો શખ્સ ઝડપાયો

શહેરની ભાગોળે અમદાવાદ- જામનગર હાઇવે પર બેડી ચોકડી નજીકથી પોલીસે બાતમીના આધારે 43 હજારના દારૂ સાથે ગૌરીદડના શખ્સને ઝડપી પાડયો હતો. જયારે બીજા બનાવમાં નાના…

શહેરની ભાગોળે અમદાવાદ- જામનગર હાઇવે પર બેડી ચોકડી નજીકથી પોલીસે બાતમીના આધારે 43 હજારના દારૂ સાથે ગૌરીદડના શખ્સને ઝડપી પાડયો હતો. જયારે બીજા બનાવમાં નાના મવામાંથી 10 હજારના દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ એએસઆઇ અનિલભાઈ સોનારા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન ગૌરીદડમાં રહેતો કિશન અજાણી હાલ જામનગર અમદાવાદ 150 ફૂટ રીંગ રોડ પર બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રસ્તે રાઘવ રેસ્ટોરન્ટથી નજીક પેટ્રોલ પંપ સામે રોડ પર પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં પહોંચી આ શખસની અટકાયત કરી તેની પાસે રહેલ પ્લાસ્ટિકના બાચકામાં તપાસ કરતા અંદરથી રૂૂપિયા 43,200 ની કિંમતનો 24 બોટલ દારૂૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કિસાન વીરજીભાઈ અજાણી (ઉ.વ.29 રહે. આણંદપર રોડ કામાણી શેરી હનુમાનજી દાદાના મંદિર પાસે ગૌરીદડ વિરુદ્ધ અને એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં ડીસીબીના પીએસઆઇ એ.એન. પરમારની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે નાનામવા ગામ તળ મોકાજી સર્કલ પાસે શેરી નંબર નવમાં રહેતા ધર્મેશ ઉર્ફે લાલો કમલેશભાઈ ભોજાણી (ઉ.વ. 28) ના મકાનમાં દરોડો પાડી અહીંથી રૂૂપિયા 10,224 ની કિંમતના દારૂૂના 48 ચપલા ઝડપી લઇ આરોપી ધર્મેશ ઉર્ફે લાલા સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *