પોલીસે રિક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
મોરબીના પંચાસર રોડ પર આવેલ ધવલ પાન પાસે સીએનજી રીક્ષા એ બાઇકને લેતા બાઈક સવાર પ્રૌઢનું મોત થયાનું હતું જેથી આ બનાવ અંગે આરોપી રિક્ષાચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગસરા ગામે રહેતા સંજયભાઈ હિતેશભાઈ સીતપરા (ઉ.વ.,20 ) એ આરોપી સી.એન.જી. રીક્ષા રજીસ્ટર નંબર જીજે-36-ડબ્લ્યુ-4683 ના ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા પાડોસી મહેશભાઇ પ્રભુભાઇ સરડવા એમ બન્ને અમારા બગથળા ગામ થી મોરબી મહેશભાઈનું મો.સા નંબર-જીજે-36-03-સી.એચ-6657 વાળુ લઇને જતા હતા ત્યારે મોરબી પંચાસર રોડ ઉપર આવેલ ધવલ પાન પાસે પહોચતા અચાનક એક સી.એન.જી રિક્ષા ચાલકે પોતાના હવાલા વાળી રિક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી અચાનક ડીવાઇડરની કટમા પોતાની રિક્ષા ફરીયાદીના મોટરસાયકલ સાથે ભટકાડી એક્સીડેંટ કરેલ અને મહેશભાઈ પ્રભુભાઇ સરડવાને મોઢે તથા મથામાં અકસ્માતમા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજેલ હોય જેથી આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
