ભાવનગરના તળાજા પંથકમાં દીપડા બાદ 48 કલાકમાં સિંહનો મૃતદેહ દરિયામાંથી મળ્યો

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સિંહ દીપડા ને વન વિભાગના શેડ્યુલ-1ના પશુછે તેનું સતત વિચરણ વધી રહ્યું છે.ત્યારે 48 કલાકના સમયગાળા માજ દીપડાના શંકાસ્પદ મોત બાદ…

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સિંહ દીપડા ને વન વિભાગના શેડ્યુલ-1ના પશુછે તેનું સતત વિચરણ વધી રહ્યું છે.ત્યારે 48 કલાકના સમયગાળા માજ દીપડાના શંકાસ્પદ મોત બાદ આજે સિંહ નો મૃતદેહ મીઠીવીરડી ના દરિયામાંથી મળી આવતા ફોરેસ્ટ વિભાગ મા ખળભળાટ મચીગયો છે તો સાવજ દીપડા ના પ્રેમીઓમા વન વિભાગ સક્રિય રીતે બંને મોત ની તપાસ કરે તેવી લાગણી ઉઠવા પામી છે.દેશ અને દુનિયા જેના જન્મ અને મોત ની નોંધ લેછે,સરકાર એક એક સિંહ ના જતન પાછળ કરોડો રૂૂપિયા ખર્ચ કરેછે તેવા એશિયાટિક સિંહ નો મૃતદેહ આજે મધ્યાહન બાદ તળાજા ના મીઠીવીરડી ના દરિયા કિનારે થી મળી આવ્યો હતો.

ફોરેસ્ટ વિભાગને જાણ થતાં છઋઘ રાજુ ઝીંઝુવાડિયા સહિતનો સ્ટાફ સ્થળપર દોડી ગયોહતો. તેઓએ જણાવ્યું હતુ કે દરિયા કિનારે થી અંદર આશરે સો-દોઢસો મીટર અંદર નિષ્પ્રાણ સિંહ મળી આવ્યો છે.મોત થયાને આશરે 24 કલાક થયા હોવાનો અંદાઝ છે.3 થી 5 વર્ષ ની ઉંમર નો નર છે.મોત નું સાચું કારણ જાણવા માટે બે વેટરનરી ડોક્ટરો દ્વારા ગેઝેટેડ ઓફિસર ની હાજરી વચ્ચે પેનલ પી.એમ થશે.બરાબર 48 કલાક પહેલા મીઠીવીરડી નજીકના માથાવડા ગામ નજીકની ખુલ્લી જગ્યામાંથી મોઢું,બે પગ દાટેલ દીપડા નો મૃતદેહ મળ્યો હતો. તેનું સાચું કારણ હજુ તંત્ર જણાવી શક્યું નથી ત્યાં આજે સિંહ ના મોત ને લઈ સિંહ પ્રેમીઓમાં દુ:ખની લાગણી જન્મી છે.

સરકાર સિંહ દીપડા ના જતન ને લઈ કરોડો રૂૂપિયાની બજેટમાં ફાળવે છે.તેની બીજી તરફ વાસ્તવિકતા એછેકે તળાજા ના માથાવડા ગામની ખુલ્લી જગ્યા માંથી દીપડા નો અડધો દાટેલ મૃતદેહ મળ્યો તે શંકાસ્પદ મોત હોવાની લાગણી ઉદ્દભવી છે.પી.એમ રિપોર્ટ આવ્યા બાદ ફોરેસ્ટ વિભાગ સક્રિય રીતે તપાસ કરી શકે તેમ છતાંય 48 કલાક બાદ પણ દીપડાનૂ પી.એમ નો રિપોર્ટ હજુ તપાસનીશ અધિકારી ને મળ્યો નથીનો કહી રહ્યા છે.આજે બપોરે ચારેક વાગ્યા આસપાસ મીઠીવિરડી દરિયામાં સિંહ નો મૃતદેહ મળ્યા ના વાવડ ને લઈ મીડિયા કર્મીઓના ફોન રણકતા થયા હતા.સૌની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા કે સિંહ ના મોત ની તપાસ ઉચ્ચ લેવલના અધિકારી દ્વારા કરવામાં આવે!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *