ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં દીપડાઓનો વસવાટ વધતો જાયછે.ત્યારે આજે અલંગ નજીકના કઠવા ગામવાડી વિસ્તારમા શ્રમજીવી પરિવારની બાળકી ફળિયામાં સૂતીહતી ને દીપડો તેને આવીને ઉપાડીગયો હતો.પરિવારના સભ્યોને જાણ થતાંજ પળવાર નો વિલંબ કર્યા વગર પાછળ દોડી હાંકલા પડકારા કરતા દીપડો બાળકીને મૂકીભાગી ગયોહતો. ઇજાગ્રસ્ત બાળકીને તળાજા સરકારી હોસ્પિટલ અને ત્યાંથી ભાવનગર સારવાર માટે લઈ જવામાં આવીહતી.
બનાવઅંગે તળાજા ની સરકારી હોસ્પિટલ પરથી મળતી વિગતો મુજબ તળાજા ના મૂળ માખણીયા ગામના વતની અને હાલ કઠવા ના વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની દીકરી ખુશી ગૌતમભાઈ પરમાર ઉ.વ.5 ફળિયામાં સૂતી હતી. આ સમયે દીપડો આવી ને સુતેલી ખુશીને ઉઠાવી ને ભાગ્યોહતો. તેને લઈ ખુશીસાથે રહેલ અન્ય બાળકો દેકારો કરવા લાગતા પરિવાર જનો દોડીને બહાર આવ્યા ને પાછળ દોડી હાંકલા પડકારા કરવા લાગતા દીપડો બાળકીને મૂકીનેભાગી ગયોહતો.
બાળકીને લોહીનીકળેલ ઇજાઓ થઈહોય 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતી.અહીંથી બાળકોના ડોકટર ની સારવાર અને સલાહ ની જરૂૂર હોય ભાવનગર રીફર કરવામાં આવીહતી.
બનાવ ના પગલે તળાજા આરએફઓ સહિત ફોરેસ્ટ કર્મીઓ હોસ્પિટલ ખાતે દોડીઆવ્યા હતા.ફોરેસ્ટ એ જણાવ્યું હતુ કે આ વિસ્તારમાં દીપડા ને પાંજરે પુરવા માટે બે દિવસથી કવાયત હાથધરવામાં આવીછે.દીપડો બાળકીને ઉપાડી જવાની ઘટનાએ આ વિસ્તાર ના શ્રમજીવી પરિવારમાં ફફડાટ ફેલાઈ ગયોહતો. બાળકોનું ધ્યાન રાખજો ના ફોન રણકતા કરી દીધા હતા.
બાળકી ના કાકા ઘનશ્યામભાઈ પરમાર એ જણાવ્યું હતુ કે અમો જમવા સૌબેઠા હતા.બાળકો નો અચાનક દેકારો સંભળાતા અમોદોડી ને બહાર આવ્યા.દીપડો ખુશીને લઈ જતો જોવા મળ્યો.અમો પાછળ પડ્યા,રાડોપાડતા દીપડો ખુશીને મૂકીને ભાગી છૂટ્યો.ભૂલકાઓ ડર્યા નહિ ને દેકારો કરતા અમોને ખબર પડી ને ખુશીનો જીવ બચી ગયો.
